મોરબી શહેર પ્રમુખ તરીકે પત્રકાર સુરેશગીરી ગોસ્વામીની વરણી વિવિધ તાલુકાના પ્રમુખ અને ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારોની વરણી : 24 મે ના રોજ ગાંધીનગર ખાતે યોજાનારા મહાસંમેલનમાં મોરબી જિલ્લામાંથી સમાજના લોકો મોટી સંખ્યામાં જોડાશેમોરબી: સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત મોરબી જિલ્લાની એક મહત્વની બેઠકનું આયોજન મોરબી અતિથિ ગૃહ (બહાદુર વિલા સર્કિટ હાઉસ) ખાતે કરવામાં આવ્યું હતું. મહામંડળના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર મનીષગીરી ગોસ્વામીના પ્રમુખ સ્થાને અને મોરબી જિલ્લાના ટ્રસ્ટી રતિગીરી કેશવગીરી ગોસાઈ તેમજ મોરબી જિલ્લાના ટ્રસ્ટી મહંત ગુલાબગીરી ઘેલુંગીરી ગોસાઈ દ્વારા આ બેઠકનું આયોજન કરાયું હતું. જેમાં જિલ્લા અને વિવિધ તાલુકાના સંગઠનને મજબૂત કરવા માટે નવા હોદ્દેદારોની સર્વાનુમતે વરણી કરવામાં આવી હતી. મોરબી જિલ્લા અને શહેરના નવા હોદ્દેદારોની યાદીઆ બેઠકમાં ગોસ્વામી સમાજના વિવિધ હોદ્દાઓ પર નીચલા મુજબના સભ્યોની વરણી કરવામાં આવી છે:• મોરબી જિલ્લા પ્રમુખ: મુકેશગીરી હીરાગીરી ગોસ્વામી (ટંકારા) • મોરબી જિલ્લા ઉપપ્રમુખ: મહિપતપૂરી શાંતુપુરી ગોસ્વામી • મોરબી શહેર પ્રમુખ: સુરેશગીરી બાબુગિરી ગોસ્વામી (પત્રકાર) • ટંકારા તાલુકા પ્રમુખ: જીગ્નેશવન રામવન ગોસ્વામી• માળિયા તાલુકા પ્રમુખ: હરેશભારતી હસમુખભારતી ગોસ્વામી (દેરાળા)• માળિયા તાલુકા ઉપપ્રમુખ: મયુરગીરી ધીરજગીરી ગોસ્વામી• માળિયા તાલુકા મંત્રી: મનુગીરી છગનગીરી ગોસ્વામી24 મે ના રોજ ગાંધીનગરમાં યોજાશે મહાસંમેલનઆ બેઠકમાં આગામી તારીખ 24/05/2026 ને રવિવારના રોજ શ્રી સનાતન દશનામ ગોસ્વામી મહામંડળ ગુજરાત દ્વારા ગાંધીનગર મુકામે યોજાનારા ભવ્ય મહાસંમેલન અંગે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ મહાસંમેલનમાં મોરબી જિલ્લામાંથી બહોળી સંખ્યામાં દશનામ ગોસ્વામી સમાજના લોકો જોડાશે તેવો સંકલ્પ વ્યક્ત કરાયો હતો.આ પ્રસંગે સૌરાષ્ટ્ર પ્રદેશના આગેવાન તેજસગીરી મગનગીરી, રાજકોટ છાત્રાલય સમિતિના મહેશભારથી (રિટાયર્ડ પીએસઆઈ), ટંકારાના આગેવાન જીતેન્દ્રગિરી મનહરગીરી ગોસ્વામી, અલ્પેશગીરી પરસોતમગીરી ગોસ્વામી સહિત ગોસ્વામી સમાજના અન્ય અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નવનિયુક્ત હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવી હતી.#MorbiUpdate #MorbiNews #GoswamiSamaj #SanatanDashnamGoswamiMhamandal #SureshGoswami #MorbiPolitics #SamajSammelan