મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા મંત્રી કાંતિભાઈ અમૃતિયાને રજૂઆત, કલેક્ટર સમક્ષ પણ માંગ કરાઈમોરબી : મોરબીના મીઠા ઉદ્યોગમાં હાલ ડીઝલની અછતને કારણે મોટી મુશ્કેલી સર્જાઈ છે. મરીન સોલ્ટ મેન્યુફેક્ચરર એસોસિએશન દ્વારા 18-05-2026 ના રોજ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી કાંતિભાઈ અમૃતિયાને પત્ર લખીને આ અંગે રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત કલેક્ટરને પણ રૂબરૂ મળીને મીઠા ઉદ્યોગને બચાવવા માંગ કરવામાં આવી છે.રજૂઆતના મુખ્ય મુદ્દાઓપેટ્રોલપંપ પરથી માત્ર વાહનોની ટાંકીઓમાં ડીઝલ ભરવાનો સરકારી પરિપત્ર હોવાથી મીઠાના એકમોને ડીઝલનો જથ્થો મળતો નથી. મીઠાના લોડિંગ અને અનલોડિંગમાં વપરાતા મશીનો જેવા કે મટીરીયલ હેન્ડલર, ચેઇનવાળા લોડર, જનરેટર, વોશરી અને હિતાચી મશીન પેટ્રોલપંપ સુધી જઈ શકે તેમ નથી. મીઠા ઉત્પાદનની કામગીરી અને શ્રમિકો/અગરિયાઓની રોજીરોટી ચાલુ રહે તે માટે ડીઝલનો જથ્થો બેરલમાં કે નાના ટેન્કરમાં ભરી આપવા માંગ કરાઈ છે. મીઠા ઉદ્યોગમાં રોજીંદી 40000 થી 50000 લિટર ડીઝલની જરૂરિયાત છે, જેની સામે હાલ માત્ર 20000 લિટર જ મળે છે. છેલ્લા 2-3 દિવસથી પેટ્રોલપંપો ડ્રાય થતા મુશ્કેલી વધી છે, જો ડીઝલ આમ જ નહીં મળે તો મીઠાનું ઉત્પાદન બંધ થઈ જશે.નવલખી પોર્ટ પર પણ મુશ્કેલીનવલખી પોર્ટ પર સ્ટીવેડોરિંગ અને હેન્ડલિંગના કામમાં 50 જેટલા બાર્જ, હિટાચી મશીન અને મટીરીયલ હેન્ડલર કાર્યરત છે. આ મશીનરી પણ પંપ પર જઈ શકે તેમ ન હોવાથી તેમના માટે પણ પૂરતા ડીઝલની માંગ કલેક્ટર સમક્ષ કરવામાં આવી છે.કલેક્ટર સાથેની મુલાકાતમાં તેમણે ઉદ્યોગકારોને પૂરતો સહયોગ આપવાનું અને શક્ય એટલી મદદ કરવાનું આશ્વાસન આપ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના કુલ મીઠા ઉત્પાદનમાંથી એકલું મોરબી જિલ્લો 30 ટકા મીઠાનું ઉત્પાદન કરે છે. #Morbi #MorbiUpdate #MorbiNews #SaltIndustry #DieselShortage #NavlakhiPort #MorbiCollector