મોરબી : મોરબી શહેરના વીસીપરા વિસ્તારમાં મહાકાળી ઓઈલમિલ પાછળ રહેતા લીલાબેન લાભુભાઈ મોરવાડિયા ઉ.78 નામના વૃધ્ધા ગત તા.18ના રોજ સાંજના સમયે બેભાન થઈ ગયા બાદ પ્રથમ મોરબી બાદ વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે મોરબી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.