વાહનચાલકો બાયપાસનો ઉપયોગ કરવાને બદલે ગામમાંથી પસાર થતા હોવાથી અકસ્માતનો ભયટંકારા : તાલુકાના વિરપર (મચ્છુ) ગામના લોકો ભારે વાહનોની અવરજવરથી ત્રસ્ત છે. આ સમસ્યાના નિવારણ માટે વિરપર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા માર્ગ અને મકાન પંચાયતના નાયબ કાર્યપાલક ઈજનેરને એક લેખિત રજૂઆત કરી વિરપરથી લીલાપર જતા રોડ ઉપર 2 જગ્યાએ લોખંડના એંગલ મારવાની માંગ કરવામાં આવી છે.લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે, માર્ગ અને મકાન પંચાયત હસ્તકનો વિરપરથી લીલાપર જતો રોડ વિરપર ગ્રામ્ય વિસ્તારમાંથી પસાર થાય છે. આ રોડ પરથી સતત ભારે વાહનો પસાર થતા હોવાથી અકસ્માતનો ભય રહે છે અને અગાઉ અનેક અકસ્માતો થયા પણ છે. ભારે વાહનો માટે અલગથી બાયપાસની જોગવાઈ કરવામાં આવી છે, તેમ છતાં વાહનચાલકો બાયપાસને બદલે ગામની અંદરથી જ વાહનો હંકારે છે.ગ્રામજનોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સરપંચે માંગ કરી છે કે, ગામના રસ્તા પર 2 યોગ્ય જગ્યાઓ પર ચોક્કસ ઊંચાઈના એંગલ ફીટ કરવામાં આવે. આમ કરવાથી ભારે વાહનો ગામમાં પ્રવેશી શકશે નહીં અને આપોઆપ બાયપાસ રોડ તરફ ડાયવર્ટ થઈ જશે. જેથી ગામમાં અકસ્માતનો ખતરો ટળી શકે. આ ગંભીર બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરવા વિરપર ગ્રામ પંચાયત દ્વારા અપીલ કરવામાં આવી છે.#Morbi #Tankara #Virpar #MorbiUpdate #GramPanchayat #RoadSafety #GujaratNews #MorbiNews