મોરબી: મોરબી તાલુકાના નવી પીપળી ગામમાં મચ્છુ માતાજીના મંદિર પાસે આવેલા એક ખુલ્લા પ્લોટમાંથી અજાણ્યા વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે. હાલ આ મૃતકના કોઈ વાલીવારસ મળી આવ્યા નથી, જેથી પોલીસ દ્વારા તેની ઓળખ કરવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.પોલીસ પ્રશાસન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે કે, જો કોઈને પણ આ વ્યક્તિ અથવા તેના વાલીવારસ અંગે કોઈ માહિતી હોય, તો મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ અરજણભાઈ ગરીયા (9601146770) અથવા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના નંબર (6359626066) પર સંપર્ક કરવો. #MorbiUpdate #MorbiNews #MorbiPolice #DeadBodyFound #NaviPipli #MissingPerson #IdentityAppeal