સવારે 8 થી બપોરે 3 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશેમોરબી: મોરબી ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિવિધ વિસ્તારોમાં મેઇન્ટનન્સ કામગીરીને પગલે આવતીકાલે તારીખ 20-05-2026 ને બુધવારના રોજ વીજકાપ રહેશે. જેમાં ટીંબડી JGY ફીડરમાં સમારકામ કરવાનું હોવાથી સવારે 8:00 વાગ્યાથી બપોરે 03:00 વાગ્યા સુધી પાવર સપ્લાય બંધ રહેશે.ટીંબડી JGY ફીડર હેઠળ આવતા જૂની ટીંબડી, નવી ટીંબડી, જૂના ધરમપુર, નવા ધરમપુર ગામ તેમજ આ રોડ પર આવેલા તમામ કોમ્પ્લેક્ષો, રહેણાંક વિસ્તારો, વાણિજ્યિક એકમો અને તમામ ઔદ્યોગિક (H.T.) વીજ જોડાણોમાં વીજ પુરવઠો સંપૂર્ણપણે બંધ રહેશે તેવું નાયબ ઈજનેરની યાદીમાં જણાવાયું છે. #Morbi #MorbiUpdates #PowerCut #PGVCL #Maintenance #Timdi #Dharampur #MorbiNews