આજથી ડીઝલમાં 0.93 રૂપિયા અને પેટ્રોલમાં 0.87 રૂપિયાનો વધારો અમલીમોરબી : વાહનચાલકો અને સામાન્ય જનતા માટે વધુ એક માઠા સમાચાર સામે આવ્યા છે. ઈંધણના ભાવમાં સતત થઈ રહેલા ફેરફાર વચ્ચે આજે ફરી એકવાર પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો ઝીંકવામાં આવ્યો છે. આજ રોજ તારીખ 19/5/2026 થી આ નવા ભાવો અમલી બની ગયા છે, જેને કારણે મોંઘવારીનો સામનો કરી રહેલી સામાન્ય જનતાના ખિસ્સા પર આર્થિક ભારણ વધુ વધ્યું છે.મળતી માહિતી મુજબ, આજથી ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે 0.93 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે પેટ્રોલના ભાવમાં પણ પ્રતિ લિટરે 0.87 રૂપિયાનો વધારો નોંધાયો છે. રોજેરોજ અપડાઉન થતા આ ભાવને કારણે ટ્રાન્સપોર્ટેશન મોંઘુ થવાની અને તેની સીધી અસર જીવનજરૂરી ચીજવસ્તુઓના ભાવ પર પડવાની ભીતિ સેવાઈ રહી છે. આજથી જ આ નવો ભાવવધારો લાગુ થઈ ગયો હોવાથી પેટ્રોલ પંપ પર ઈંધણ ભરાવવા આવતા વાહનચાલકોમાં પણ નારાજગી જોવા મળી રહી છે.#MorbiUpdate #MorbiNews #PetrolPrice #DieselPrice #FuelPriceHike #GujaratNews #Morbi