વિદેશી દારૂની 2448 બોટલ તેમજ બજાજ મેકસી રીક્ષા સહિત રૂ.5,88,200નો મુદ્દામાલ કબ્જેમોરબી : મોરબી એલસીબી ટીમે મોરબી - માળીયા નેશનલ હાઇવે પર રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી વિદેશી દારૂ ભરેલી બજાજ મેકસી રીક્ષા સાથે એક આરોપીને ઝડપી લઈ વિદેશી દારૂની 2448 બોટલ સહિત કુલ રૂપિયા 5,88,200નો મુદ્દામાલ કબ્જે કરી મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ એલસીબી ટીમેન મળેલી બાતમીને આધારે મોરબી - માળીયા હાઇવે પર રવિરાજ ચોકડી નજીક વોચ ગોઠવી હતી.વોચ દરમિયાન માળીયા મિયાણા તરફથી આવતી જીજે - 03 - બીએક્સ - 3237 નંબરની બજાજ મેકસીમા રીક્ષા અટકાવી તલાશી લેતા આરોપી સમીરશા ઉર્ફે ટોની યાકુબશા શાહમદાર રહે.મકરાણીવાસ મોરબી વાળાના કબજામાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની 180 મીલી માપની 2448 બોટલ કિંમત રૂપિયા 2,83,200 મળી આવતા ત્રણ લાખની રીક્ષા અને 5 હજારની કિંમતનો એક મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 5,88,200નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો.આરોપી સમીરશા ઉર્ફે ટોનીની પૂછપરછમાં આરોપી અવેશ પીલુડિયા રહે.વીસીપરા અને આરોપી સલીમ જુસબભાઈ કટિયા રહે.મચ્છીપીઠ મોરબી વાળાની સંડોવણી કબુલતા એલસીબી ટીમે ત્રણેય વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કરાવ્યો હતો.