લક્ષદીપસિંહ જાડેજાએ એરફોર્સ અગ્નિવીરની પરીક્ષામાં સમગ્ર ગુજરાતમાં 1લો ક્રમાંક મેળવ્યો: તલવાર બાજી ટીમ અને ગ્રામજનોએ પાઠવ્યા અભિનંદનમાળિયા (મિયાણા) : મોટા દહીંસરા ગામના તલવાર બાજી ટીમના યુવાન લક્ષદીપસિંહ રઘુવીરસિંહ જાડેજાએ ઇન્ડિયન એરફોર્સમાં અગ્નિવીર તરીકે પસંદગી પામીને સમગ્ર મોરબી જિલ્લા અને પોતાના ગામનું નામ રોશન કર્યું છે.લક્ષદીપસિંહે તાજેતરમાં એરફોર્સ અગ્નિવીર ગ્રુપ વાય (Non-Science) ની પરીક્ષા આપી હતી. જેમાં તેમણે ઉત્કૃષ્ટ દેખાવ કરતા સમગ્ર ગુજરાતમાં 1લો નંબર (Rank 1) પ્રાપ્ત કરી ઝળહળતી સફળતા મેળવી છે. તેમની આ સિદ્ધિ બદલ મોટા દહીંસરા ગામ, ક્ષત્રિય સમાજ અને ખાસ કરીને તલવાર બાજી ટીમમાં ભારે હર્ષની લાગણી છવાઈ છે.દેશની સેવામાં જોડાવા બદલ અને ગુજરાતભરમાં 1લો ક્રમાંક મેળવવા બદલ લક્ષદીપસિંહ જાડેજાને તલવાર બાજી ટીમ મોટા દહીંસરા, દેદાણી જાડેજા પરિવાર અને ગ્રામજનો તરફથી ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે. તેમજ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરી દેશ સેવામાં આગળ વધે તેવી મોમાઈ ધામ મોટા દહીંસરા તરફથી પ્રાર્થના કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MotaDahisara #IndianAirForce #Agniveer #GujaratRank1 #ProudMoment #AirForce