મોરબી : વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એન.ડી.પી.એસ. (NDPS) ના ગુનામાં નાસતા ફરતા આરોપીને મોરબી એસ.ઓ.જી. (SOG) ટીમે ઝડપી પાડીને વાંકાનેર સીટી પોલીસને સોંપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.મોરબી એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેક્ટરના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફને મળેલી ચોક્કસ બાતમી હકીકતના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસની ટીમે વાંકાનેર સીટી પોલીસ સ્ટેશન બી-પાર્ટ ગુ.ર.નં. 0353/2026, એન.ડી.પી.એસ. કલમ- 8(C), 20(B)(2-A), 29 મુજબના કામે પકડવાના બાકી આરોપી સોહિલભાઈ અનવરભાઈ પઠાણ (રહે. વાવડી રોડ, ગોકુલ પાર્ટી પ્લોટની સામેની શેરી, તા. જી. મોરબી) ને શોધી કાઢ્યો હતો. એસ.ઓ.જી. દ્વારા આ આરોપીની અટકાયત કરી આગળની કાયદેસરની કાર્યવાહી માટે તેને વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #SOGMorbi #Wankaner #NDPS #CrimeNews #GujaratPolice