ગૌશાળામાં રહેલા ઘાસચારા (નીણ) માં બપોરે 12 વાગ્યાથી આગ લાગી, ફાયર વિભાગની કામગીરી ચાલુ: કોઈ જાનહાનિ નહીંવાંકાનેર : વાંકાનેરના રાજા વડલા રોડ પર આવેલી અંધ અપંગ ગૌશાળામાં અચાનક આગ ભભૂકી ઉઠવાની ઘટના સામે આવી છે. ફાયર વિભાગને બપોરે 12 વાગ્યે આગ લાગી હોવાનો કોલ મળ્યો હતો, જેના પગલે ફાયર વિભાગની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી ગઈ હતી.મળતી માહિતી મુજબ, ગૌશાળામાં રાખવામાં આવેલા પશુઓના ઘાસચારા (નીણ) માં આ આગ લાગી હતી. ફાયર અધિકારી ભાવેશભાઈના જણાવ્યા અનુસાર, આગ પર કાબૂ મેળવવા માટે ફાયર ફાઈટરની 2 નળીઓ વડે સતત પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે. સળગતા ઘાસચારાને અલગ કરીને આગને સંપૂર્ણપણે બુઝાવવાના પ્રયાસો ચાલી રહ્યા છે. હાલમાં પરિસ્થિતિ નિયંત્રણમાં છે અને આગને કાબૂમાં લેવાની કામગીરી અંતિમ તબક્કામાં હોવાથી મોરબીથી વધારાના ફાયર ફાઈટરની કોઈ જરૂર જણાઈ નથી. આ ઘટનામાં સદનસીબે કોઈપણ પ્રકારની જાનહાનિ કે પશુઓને નુકસાન પહોંચ્યાના કોઈ અહેવાલ નથી.#MorbiUpdate #Wankaner #FireIncident #GaushalaFire #WankanerNews #GujaratNews