ગોપી મંડળ દ્વારા પુરુષોત્તમ માસ નિમિત્તે 23 મે થી 31 મે સુધી કથાનું રસપાન કરાવવામાં આવશેમોરબી : મોરબી જિલ્લાના ફગશિયા ગામે આવેલ બોડા હનુમાનજી મંદિરે આગામી તારીખ 23/05/2026 થી 31/05/2026 સુધી રામચરિત માનસ નવાન્હ પારાયણ (રામકથા) નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. પરમ પવિત્ર પુરુષોત્તમ માસ નિમિત્તે ગોપી મંડળ દ્વારા આ ધાર્મિક મહોત્સવનું આયોજન કરાયું છે.આ રામકથામાં વ્યાસપીઠ પરથી સૌરાષ્ટ્ર-કચ્છના જાણીતા માનસ મર્મજ્ઞ ગં.સ્વ. ગીતાબેન પંડ્યા (મોરબીવાળા) પોતાની આગવી શૈલીમાં ઉપસ્થિત ભક્તોને કથાનું રસપાન કરાવશે. કથાનો સમય દરરોજ સવારે 8:30 થી બપોરે 12:00 સુધીનો રહેશે. કથા પૂર્ણ થયા બાદ દરરોજ બપોરે ભાવિકો માટે પ્રસાદની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.કથામાં આવતા મુખ્ય પ્રસંગો23/05/2026, શનિવાર: પોથી યાત્રા અને કથા પ્રારંભ24/05/2026, રવિવાર: શિવ વિવાહ25/05/2026, સોમવાર: રામજન્મ26/05/2026, મંગળવાર: બાલ ચરિત્ર27/05/2026, બુધવાર: રામ વિવાહ28/05/2026, ગુરુવાર: વનગમન29/05/2026, શુક્રવાર: ભરત મિલાપ30/05/2026, શનિવાર: શબરી મિલન પ્રસંગ31/05/2026, રવિવાર: રામેશ્વર સ્થાપના, રામ રાજ્યાભિષેક અને કથા વિરામઆ કથાના મુખ્ય યજમાન તરીકે બોડા હનુમાનજી મહારાજ બિરાજમાન છે. ગોપી મંડળ દ્વારા મોરબી તથા આસપાસના વિસ્તારના સર્વે ધર્મપ્રેમી ભક્તોને આ રામકથા શ્રવણનો લાભ લેવા અને પ્રસાદ ગ્રહણ કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ અંગેની વધુ માહિતી માટે મોબાઈલ નંબર 63531 26950 પર સંપર્ક કરી શકાશે.#Morbi #MorbiUpdate #Ramkatha #Fagshiya #BodaHanumanji #PurushottamMaas #ReligiousEvent #MorbiNews