સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના 18/02/2026 ના ઠરાવમાં સુધારો કરવા માનસર ગ્રામ પંચાયતની માંગમોરબી: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા 18/02/2026 ના રોજ બહાર પાડવામાં આવેલા એક પરિપત્ર (GR) ને કારણે અરજદારોને આવકના દાખલા મેળવવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ અંગે મોરબી જિલ્લાના માનસર ગ્રામ પંચાયતના સરપંચ જે.પી. ઠોરીયા દ્વારા જિલ્લા કલેક્ટરને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે.રજૂઆતમાં જણાવ્યા અનુસાર, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના ઠરાવ ક્રમાંક SJED/MIS/e-file/17/2026/0423/A Section મુજબ આવકના દાખલા આપવા માટે ગ્રામ્ય વિસ્તારોમાં માત્ર તાલુકા વિકાસ અધિકારી (TDO) તથા શહેરી વિસ્તારોમાં મામલતદારને સત્તાધિકારી તરીકે નિમવામાં આવ્યા છે. અગાઉ સ્થાનિક સ્તરે તલાટી-કમ-મંત્રી તથા અન્ય અધિકારીઓ મારફતે આ કામગીરી ઝડપથી થતી હતી, જે હવે સત્તા માત્ર તાલુકા અને મામલતદાર કચેરી પર કેન્દ્રિત થતા ધીમી પડી છે.અરજદારોને પડી રહેલી મુખ્ય મુશ્કેલીઓ: 1. તાલુકા પંચાયત કચેરીમાં અરજીઓનો ભારે બોજો વધ્યો છે. 2. આવકના દાખલા મેળવવામાં અતિશય વિલંબ થઈ રહ્યો છે. 3. વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, એડમિશન તથા સરકારી યોજનાઓમાં સમયસર લાભ મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. 4. ગરીબ અને ગ્રામ્ય વિસ્તારના નાગરિકોને વારંવાર તાલુકા કચેરીના ધક્કા ખાવા પડે છે. 5. અગાઉ સ્થાનિક સ્તરે તલાટી-કમ-મંત્રી દ્વારા ઝડપથી થતું કામ હવે કેન્દ્રિત પ્રક્રિયાને કારણે ધીમું બન્યું છે.માનસર ગ્રામ પંચાયતની માંગ:પ્રજાહિતને ધ્યાનમાં રાખીને ઉપરોક્ત પરિપત્રમાં જરૂરી સુધારો કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અગાઉની જેમ તલાટી-કમ-મંત્રીને પણ આવકના દાખલા પ્રક્રિયામાં સત્તા કે ભલામણ અધિકાર આપવામાં આવે અથવા તાલુકા સ્તરે વધારાના સત્તાધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જેથી અરજદારોને અને ખાસ કરીને વિદ્યાર્થીઓને સમયસર સેવા મળી શકે. #Morbi #MorbiUpdate #MorbiNews #MansarGramPanchayat #IncomeCertificate #GujaratNews #CollectorOfficeMorbi #StudentIssues #RuralDevelopment