નાની કેનાલ રોડ પર રોડના કામ દરમિયાન બુર્યા વગર મુકાયેલા ખાડાથી વાહનચાલકો પરેશાન, લોકોએ જાતે જ ગાડીઓને ધક્કા મારીને બહાર કાઢવી પડીમોરબી : મોરબીમાં વિકાસના કામોમાં કોન્ટ્રાક્ટરોની બેદરકારીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા રહે છે. ત્યારે વધુ એક આવો જ કિસ્સો નાની કેનાલ રોડ પરથી સામે આવ્યો છે. અવધ ચોકડી પાસે કોન્ટ્રાક્ટર દ્વારા રોડનું કામ ચાલુ હોય ત્યાં મોટો ખાડો ખોદીને તેને બુર્યા વગર જ લાપરવાહીથી મુકી દેવામાં આવતા વાહનચાલકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.પ્રાપ્ત વિગતો અનુસાર, મોરબીના નાની કેનાલ રોડ પર અવધ ચોકડી નજીક રોડની કામગીરી ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન કોન્ટ્રાક્ટર દ્વારા રોડ પર મસમોટો ખાડો કરવામાં આવ્યો હતો, પરંતુ તેને વ્યવસ્થિત રીતે બુરવાને બદલે અથવા ત્યાં કોઈ ભયસૂચક આડશ મુકવાને બદલે તેને એમ જ ખુલ્લો છોડી દેવામાં આવ્યો છે.કોન્ટ્રાક્ટરની આ બેદરકારીનો ભોગ નિર્દોષ વાહનચાલકો બની રહ્યા છે. ખુલ્લા ખાડાના કારણે ખાસ કરીને રાત્રિના સમયે વાહનચાલકોને અંદાજ આવતો નથી અને તેમના વાહનો તેમાં ફસાઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, છેલ્લા 3 દિવસમાં જ 4 જેટલી ગાડીઓ આ ખાડામાં ફસાઈ ચુકી છે. રાત્રિના સમયે ગાડીઓ ફસાતા સ્થાનિક લોકો અને રાહદારીઓએ ભારે જહેમત ઉઠાવીને ધક્કા મારીને વાહનોને બહાર કાઢવા પડે છે.તંત્ર અને કોન્ટ્રાક્ટરની આ બેદરકારીથી કોઈપણ મોટો અકસ્માત સર્જાઈ શકે છે, ત્યારે કોઈ જાનહાનિ થાય તે પહેલા તંત્ર જાગે અને સત્વરે આ ખાડો વ્યવસ્થિત રીતે બુરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #AvadhChokdi #NaniCanalRoad #ContractorNegligence #RoadWork #PotholeIssue #PublicHarassment