મધ્યપ્રદેશથી ખેતમજૂરી કરવા આવેલ પરિણીતાએ બાવળના ઝાડમાં લટકી ગળેફાંસો ખાધોહળવદ : હળવદ તાલુકાના માથક ગામની સીમમાં ખેતમજૂરી કરવા આવેલ મધ્યપ્રદેશના વતની પરિવારમાં કરુણ બનાવ બન્યો છે. ખેતમજૂરી કરતી પરિણીતાના પતિએ બીજા લગ્ન કરી લેતા પ્રથમ પત્નીએ બાવળના ઝાડ સાથે લટકી ગળેફાંસો ખાઈ લેતા પોલીસે તપાસ શરૂ કરી છે.બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામની સીમમાં મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની દાદુડિયાભાઈ અજમાભાઈ મોરી અને તેમના પત્ની સીણુબેન દાદુડિયાભાઈ મોરી ઉ.28 નામના પરિણીતા દિગુભા નવુભા ઝાલાની વાડી પાસે રહી ખેતમજૂરી કરતા હોય જેમાં દાદુડિયાભાઈ મોરીએ બીજા લગ્ન કરતા પ્રથમ પત્ની સીણુંબેનને લાગી આવતા બાવળના ઝાડમાં ચૂંદડી વડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.બનાવ અંગે હળવદ પોલીસે તપાસ શરૂ કરી છે.