કેમ્પમાં 125 યુવાનોએ રક્તદાન કરી સમાજને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યુંમોરબી : જન્મદિવસ પ્રસંગે રક્તદાન કરી સમાજને ઉપયોગી થવાના ઉદ્દેશ્ય સાથે સોલોગ્રેસ ગ્રુપ (ગાળા)ના ફાઉન્ડર સતિષભાઈ બોપલિયાની પુત્રી જેનીના જન્મદિવસ નિમિત્તે 17 મેના રોજ સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના સહયોગથી રક્તદાન કેમ્પનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.માનવસેવાના આ ઉત્તમ કાર્યમાં સોલોગ્રેસ ગ્રુપના 125 યુવાનોએ ઉત્સાહભેર રક્તદાન કરી જેનીને અનોખી રીતે જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. સોલોગ્રેસ ગ્રુપ પરિવારે દીકરીના જન્મદિવસ પ્રસંગે રક્તદાન કેમ્પનું આયોજન કરીને સમાજને એક સુંદર પ્રેરણા પૂરી પાડી છે.આ રક્તદાન કેમ્પને સફળ બનાવવામાં સોલોગ્રેસ ગ્રુપના ફાઉન્ડર સતિષભાઈ બોપલિયા, ડાયરેક્ટર યશવંતભાઈ ગામી તેમજ ચિરાગભાઈ ડઢાણીયા અને સોલોગ્રેસ પરિવારના તમામ યુવાનોએ ભારે જહેમત ઉઠાવી હતી. સંસ્કાર બ્લડ સેન્ટર મોરબીના પ્રેરક સદગુરુ પ્રેમસ્વામી અને સંચાલક રમેશભાઈ માકાસણાએ જેનીને જન્મદિવસ પ્રસંગે શુભેચ્છા પાઠવી હતી અને આયોજકોનો આભાર વ્યક્ત કર્યો હતો.#Morbi #MorbiUpdate #BloodDonation #BloodDonationCamp #SocialWork #MorbiNews