જિલ્લા યુવક કોંગ્રેસ પ્રમુખ વસીમભાઈ મન્સુરીની આગેવાનીમાં કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી આક્રોશ ઠાલવ્યોમોરબી : દેશભરમાં ચર્ચાસ્પદ બનેલા NEET પરીક્ષાના પેપર લીક મામલે હવે મોરબીમાં પણ વિરોધનો સૂર ઉઠ્યો છે. આ ગંભીર મુદ્દે આજ રોજ મોરબી જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું.મોરબી જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ વસીમભાઈ મન્સુરીની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો મોરબીના ઐતિહાસિક નગર દરવાજા ચોક ખાતે એકઠા થયા હતા. ત્યાં ઉપસ્થિત કાર્યકરોએ હાથમાં બેનરો અને પ્લેકાર્ડ્સ લઈને પેપર લીક પ્રક્રિયા સામે ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. યુવક કોંગ્રેસ દ્વારા અનોખી રીતે વિરોધ દર્શાવતા રસ્તા પર તેલના ખાલી ડબ્બા ખખડાવીને સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. તેમજ કાર્યકરોએ 'શિક્ષણ મંત્રી રાજીનામું આપે' અને 'ભાજપ સરકાર હાય હાય' જેવા નારા લગાવ્યા હતા. #MorbiUpdate #MorbiNews #NEET2026 #PaperLeak #Protest #MorbiCongress #YouthCongress #WaseemMansuri #NagarDarwaza #Morbi