જિયાંશ ભોરણીયાના જન્મદિવસ નિમિત્તે ભોરણીયા પરિવાર દ્વારા જાહેર જનતાને રામામંડળ નિહાળવા આમંત્રણટંકારા: ટંકારા તાલુકામાં આવેલા હમીરપર ગામે તોરણીયાનું પ્રખ્યાત નકલંક નેજાધારી રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. હમીરપર ગામના સ્વીટુભાઈ હરિલાલભાઈ ભોરણીયાને ત્યાં પુત્ર રત્ન જિયાંશના જન્મદિવસ નિમિત્તે ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે તારીખ 18-05-2026 ને સોમવારના રોજ હમીરપર ગામમાં પટેલ સમાજ વાડી પાસે સમગ્ર કાર્યક્રમ યોજાશે.આ રામામંડળમાં તોરણીયાના પ્રખ્યાત કલાકારો મિલન કાકડિયા, હિતેશ પ્રજાપતિ તેમજ લોકોને હસાવવા માટે કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડિયો) પણ ખાસ ઉપસ્થિત રહીને મનોરંજન પૂરું પાડશે. આ ભવ્ય પ્રસંગનો લાભ લેવા અને રામામંડળ નિહાળવા માટે ભોરણીયા પરિવારે તમામ ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપ્યું છે. વધુ માહિતી માટે મો. 9510017292 પર સંપર્ક કરી શકાશે.#Morbi #Tankara #Hamirpar #Ramamandal #Toraniya #ReligiousEvent #MorbiNews #LiveEvent