અલગ અલગ દસ પોલીસ ટીમોએ ટ્રાફિક નિયમન માટે ચેકીંગ કરી રૂ.30,500નો દંડ વસુલ્યોમોરબી : મોરબી શહેરમાં લોકોમાં ટ્રાફિક નિયમોના પાલન અંગે જાગૃતિ આવે તેમજ હિસ્ટ્રીશીટરોને ગેરકાનૂની પ્રવૃત્તિ કરતા અટકાવવા પોલીસે ડે કોમ્બિંગ હાથ ધરી સપાટો બોલાવી દઈ 11 વાહનો ડિટેઇન કરી નામચીન શખ્સોને ચેક કર્યા હતા.સાથે જ વાહન ચેકીંગ કરી 30,500નો દંડ પણ વસુલ કર્યો હતો.મોરબી જિલ્લા પોલીસવડાની સૂચનાથી આજે મોરબી એલસીબી, એસઓજી તેમજ અલગ અલગ પોલીસ મથકોની દસ ટિમો દ્વારા ડે કોમ્બિંગ હાથ ધરી 25બુટલગર, 8 જુગારીઓ, 30 ટપોરી અને આઠ હિસ્ટ્રીશીટર ચેક કરી દારૂના ચાર કેસ કરી બે કિસ્સામાં દારૂ પીધેલા આરોપીઓ પકડી પાડ્યા હતા.ઉપરાંત દારૂ પી વાહન હંકારતા બે ઇસમોને ઝડપી લઈ નિયમ ભંગ બદલ 11 વાહનો ડિટેઇન કરી 30,500 રૂપિયા હાજર દંડ વસુલ કર્યો હતો.