સ્થાનિકો દ્વારા અનેક વખત રજૂઆત કરવા છતાં તંત્ર નિંદ્રાધીન, તૂટેલી ગટરની જાળી વાહનચાલકો માટે બની ખતરનાક મોરબી: મોરબી શહેરમાં મહાનગરપાલિકાની કથળેલી કામગીરી અને સફાઈ વ્યવસ્થાનો વધુ એક નમૂનો સામે આવ્યો છે. એક તરફ સ્વચ્છતાની વાતો કરવામાં આવે છે, તો બીજી તરફ શહેરમાં જાહેર માર્ગો પર કચરાના ઢગલા અને બિસ્માર રસ્તાઓ મહાનગરપાલિકાની પોલ ખોલી રહ્યા છે.વોર્ડ નંબર 7 મહેન્દ્રપરામાં જાહેર માર્ગ પર મકાનની દીવાલને અડીને મોટા પ્રમાણમાં કચરો એકઠો થયો છે અને ગંદકીનું સામ્રાજ્ય ફેલાયેલું છે. સ્થાનિક નાગરિકના જણાવ્યા અનુસાર, આ ગંદકી અંગે મહાનગરપાલિકામાં અનેક વખત ફોન કરીને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવતો નથી કે સફાઇ કરવામાં આવતી નથી. ગંદકીના કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની પણ ભીતિ સેવાઈ રહી છે.માત્ર કચરો જ નહીં, પરંતુ આ જ માર્ગ પર રસ્તાની વચ્ચોવચ આવેલી ગટરની લોખંડની જાળી પણ અત્યંત બિસ્માર અને તૂટેલી હાલતમાં જોવા મળે છે. ત્યાંથી પસાર થતા વાહનોના ટાયર ફાટી જવાનો કે કોઈ મોટો અકસ્માત સર્જાવાનો પૂરેપૂરો ભય રહેલો છે. વાહનચાલકો જીવના જોખમે અહીંથી પસાર થવા મજબૂર બન્યા છે. તંત્ર દ્વારા વહેલી તકે આ કચરાનો નિકાલ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #MorbiNagarpalika #CivicIssue #GujaratNews #Cleanliness