રાતીધાર વાળા રામદેવપીર રામામંડળ નિહાળવા સર્વે ગ્રામજનો અને ભાવિકોને જાહેર આમંત્રણ: કાર્યક્રમનું યુટ્યુબ પર લાઈવ પ્રસારણ નિહાળી શકાશેટંકારા : ટંકારા તાલુકાના સજનપર ગામે આવતીકાલે તા. 18/05/2026 ને સોમવારના રોજ 'જય રાતીધાર વાળા રામદેવપીર રામામંડળ' નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. 'રીધમ - રામાધણી રીધમ ના સથવારે' યોજાનારા આ ધાર્મિક કાર્યક્રમમાં જાણીતા સાહિત્યકાર ધવલ વ્યાસ પોતાના આગવા અંદાજમાં સાહિત્ય પીરસશે. આ આખા પ્રસંગે ખોડીયાર સાઉન્ડ (અશ્વિનભાઈ) દ્વારા ભવ્ય સાઉન્ડ સિસ્ટમની વ્યવસ્થા સંભાળવામાં આવશે. જે લોકો પ્રત્યક્ષ ઉપસ્થિત ન રહી શકે તેમના માટે 'રીધમ ફોટો ફિલ્મ' યુટ્યુબ ચેનલ પર આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ પણ કરવામાં આવશે.આ ભવ્ય ધાર્મિક મહોત્સવના આયોજકોમાં વેલજીભાઈ મોહનભાઈ મકવાણા, દિનેશભાઈ લાલજીભાઈ સાબરીયા, દીપકભાઈ વેલજીભાઈ રાઠોડ, શૈલેષભાઈ હીરાભાઈ ગોરીયા અને રાજેશભાઈ ભીખાભાઈ સાકરીયા સહિતના અગ્રણીઓ ખડેપગે સેવા આપી રહ્યા છે.સમસ્ત સજનપર ગામના આયોજકો અને ગ્રામજનો દ્વારા આ ભવ્ય રામામંડળ નિહાળવા માટે આજુબાજુના તમામ વિસ્તારના ભાવિક ભાઈઓ-બહેનોને સહ પરિવાર પધારવા માટે હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. વધુ વિગત માટે મોબાઈલ નંબર 9875287456 પર સંપર્ક કરી શકાશે.#MorbiUpdate #TankaraNews #Sajanpur #Ramamandal #Ramdevpir #ReligiousEvent #MorbiNews #LiveRamamandal #DhavalVyas #Morbi