મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે પેટ્રોલિંગ દરમિયાન રવાપર - ઘુનડા રોડ પર વૈદેહી ફાર્મ નજીક શંકાસ્પદ હાલતમાં પસાર થતી જીજે - 36 - ડબ્લ્યુ - 3157 નંબરની રીક્ષા અટકાવી તલાશી લેતા રીક્ષા ચાલક આરોપી શાહરુખ અલ્લારખાભાઈ શાહમદાર રહે.ગ્રીનચોક, કુબેરનાથ રોડ, મોરબી તેમજ આરોપી સબીર ગફારભાઈ મોવર રહે.કાલિકાપ્લોટ વાળાના કબ્જામાંથી વિદેશી દારૂની એક બોટલ કિંમત રૂપિયા 640 મળી આવતા પોલીસે 50 હજારની રીક્ષા, 40 હજારના બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.90,640નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.આરોપીની પૂછતાછમાં દારૂની આ બોટલ આરોપી સમીર રફીકભાઈ પલેજા રહે.કાલિકા પ્લોટ વાળા પાસેથી મેળવી હોવાનું કબુલતા પોલીસે ત્રણેય વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.