કલેક્ટર સહિત મુખ્યમંત્રી અને જળ સંસાધન વિકાસ નિગમને પત્ર પાઠવી યોગ્ય કાર્યવાહી કરવા ભૂતકોટડા ગ્રામ પંચાયતની રજૂઆતટંકારા : ટંકારા તાલુકાના ભૂતકોટડા ગ્રામ પંચાયત અને ગામના ખેડૂતો દ્વારા વિસ્તારની ખેતીને સમૃદ્ધ બનાવવા માટે એક મહત્વની માંગણી સાથે મોરબી કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં મિતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકીને મીતાના નદીમાં પાણી છોડવાની વ્યવસ્થા કરવાની માંગ કરવામાં આવી છે.ભૂતકોટડા ગ્રામ પંચાયતના સરપંચ ભાગીયા પંકજભાઈ અમરશીભાઈ અને ખેડૂતોના જણાવ્યા અનુસાર, હાલમાં આ વિસ્તારમાં ખેતી માટે પૂરતું પાણી ઉપલબ્ધ નથી, જેના કારણે ખેડૂતોની ઘણી જમીન સૂકી પડી રહી છે. જો મિતાણા ડેમની કેનાલ પર પરમેનન્ટ વાલ્વ મૂકીને મિતાણા નદીમાં પાણી છોડવામાં આવે તો ગામના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેમ છે અને સૂકી જમીન ફરીથી લીલીછમ બની શકે છે.ખાસ કરીને ચોમાસાની સીઝન પૂર્ણ થયા પછી અને શિયાળાની ઋતુ દરમિયાન જો નદીમાં પાણી છોડવામાં આવે તો ખેડૂતોને રવિ પાક માટે મોટી મદદ મળી શકે તેમ છે અને ગામની ખેતી વધુ સમૃદ્ધ બનશે. ખેડૂતોના વ્યાપક હિતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા આ બાબતે તાકીદે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી અપીલ કરવામાં આવી છે.આ બાબતે ભૂતકોટડા ગ્રામ પંચાયત દ્વારા મોરબી કલેક્ટર ઉપરાંત ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી, ગુજરાત જળ સંસાધન વિકાસ નિગમ લિમિટેડ તેમજ ટંકારા મામલતદાર અને ટીડીઓ (TDO) ને પણ નકલ રવાના કરીને આ પ્રશ્નનો ઝડપી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.#MorbiUpdate #TankaraNews #Bhutkotda #MitanaDam #FarmersIssue #WaterProblem #MorbiNews