જૂન મહિનાથી ગેસનો નવો ભાવ 78 પ્લસ ટેક્સ થશે, ટાઇલ્સમાં તાજેતરમાં જ ભાવ વધારો કર્યા બાદ હવે ફરી 5%નો ભાવ વધારો કરવો પડે તેવી નોબતમોરબી : યુદ્ધની પરિસ્થિતિ અને અન્ય પડકારોમાંથી માંડ બહાર આવવાનો પ્રયાસ કરી રહેલા મોરબીના સિરામિક ઉદ્યોગ પર મોંઘવારીનો વધુ એક માર પડ્યો છે. ગુજરાત ગેસ દ્વારા નેચરલ ગેસના ભાવમાં 5 રૂપિયાનો ધરખમ વધારો જાહેર કરવામાં આવ્યો છે. પડ્યા પર પાટુ સમાન આ ભાવ વધારાને કારણે સિરામિક ઉદ્યોગકારોની મુશ્કેલીઓમાં વધારો થયો છે.1 જૂનથી નવો ભાવ અમલી બનશેમળતી માહિતી મુજબ, હાલમાં સિરામિક ઉદ્યોગને 73 પ્લસ ટેક્સના ભાવે ગેસ મળી રહ્યો છે. હવે આવતા મહિનાથી એટલે કે 1 જૂનથી ગેસના ભાવમાં 5 રૂપિયાનો વધારો લાગુ થશે. આથી, જૂન મહિનાથી ઉદ્યોગકારોને 78 પ્લસ 6 ટકા ટેક્સ (VAT) ચૂકવવો પડશે. જૂન મહિના માટેનો અંદાજિત ભાવ 24.445 USD પ્રતિ MMBtu (અંદાજે 78/SCM, 8350 kcal/SCM અને 96.30/USD ના વિનિમય દર મુજબ) રહેશે.ઉદ્યોગ પર રોજનો 3.71 કરોડ રૂપિયાનો આર્થિક બોજ વધશેસિરામિક એસોસિએશનના સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, હાલમાં મોરબી સિરામિક ઉદ્યોગનો દૈનિક ગેસ વપરાશ અંદાજિત 70,00,000 (70 લાખ) ક્યુબિક મીટર છે. 5 રૂપિયાના મૂળ ભાવ વધારા પર 6 ટકા વેટ ગણતા, પ્રતિ ક્યુબિક મીટર 5.30 રૂપિયાનો વધારો થાય છે. આ ગણતરી મુજબ, સિરામિક ઉદ્યોગ પર રોજના 3,71,00,000 (3 કરોડ 71 લાખ) રૂપિયા અને માસિક 111 કરોડ રૂપિયાનો તોતિંગ આર્થિક બોજ પડશે.ટાઇલ્સના ભાવમાં 5% સુધીનો વધારો તોળાઈ રહ્યો છેતાજેતરમાં જ બંધ પડેલા સિરામિક યુનિટો ટાઇલ્સના ભાવ વધારા સાથે ફરી શરૂ થયા હતા. હવે ગેસના ભાવમાં 5 રૂપિયાનો નવો વધારો આવતા પ્રોડક્શન કોસ્ટમાં મોટો ઉછાળો આવશે. આ કોસ્ટ વધારાને સરભર કરવા માટે આગામી દિવસોમાં ઇન્ડસ્ટ્રીઝ દ્વારા ટાઇલ્સના ભાવમાં વધુ 5 ટકાનો વધારો કરવો પડે તેવી પૂરી શક્યતા ઊભી થઈ છે.#Morbi #CeramicIndustry #GujaratGas #GasPriceHike #MorbiUpdate #MorbiNews #BusinessNews #Inflation #Gujarat