નિરાધાર વૃદ્ધ અને ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓએ ચાલુ વર્ષે હયાતીની ખરાઈ કરાવવી ફરજિયાતમોરબી : સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ જેવી કે નિરાધાર વૃદ્ધ સહાય યોજના, ઈન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના (વિધવા સહાય) નો લાભ મેળવતા વાંકાનેર ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના તમામ લાભાર્થીઓ માટે મહત્વના સમાચાર આવ્યા છે. આ તમામ લાભાર્થીઓએ દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ પોતાની હયાતીની ખરાઈ (વેરિફિકેશન) કરાવવાની રહેશે.ઘરે બેઠા મોબાઈલ એપથી થઈ શકશે ઓનલાઈન સત્યાપનઆ વર્ષે હયાતીની ખરાઈ પ્રક્રિયાને વધુ સરળ બનાવવામાં આવી છે. લાભાર્થીઓ ઓનલાઈન 'Beneficiary Satyapan Application' દ્વારા ફેસ ઓથેન્ટિકેશન અથવા બાયોમેટ્રિક માધ્યમથી ખરાઈ કરી શકશે. આ માટે લાભાર્થીઓએ પોતાના મોબાઈલમાં પ્લેસ્ટોરમાંથી આ એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી જાતે જ ઘરે બેઠા ઓનલાઈન સત્યાપન કરવાનું રહેશે.ગ્રામ પંચાયત અને મામલતદાર કચેરી ખાતે પણ વ્યવસ્થાજે લાભાર્થીઓ મોબાઈલ એપનો ઉપયોગ ન કરી શકતા હોય, તેવા ગ્રામ્ય વિસ્તારના લાભાર્થીઓ પોતાની ગ્રામ પંચાયતના TCM અથવા VCE પાસે જઈને પણ હયાતીની ખરાઈ કરાવી શકશે. આ ઉપરાંત, જે લાભાર્થીઓ મામલતદાર કચેરી ખાતે રૂબરૂ ખરાઈ કરાવવા ઈચ્છતા હોય તેમણે કચેરીની સહાય શાખા, ગ્રાઉન્ડ ફ્લોર ખાતે જવાનું રહેશે. કચેરી ખાતે આવતી વખતે આધારકાર્ડ અને ઓટીપી (OTP) માટે પોતાનો મોબાઈલ ફોન સાથે લાવવો ફરજિયાત રહેશે.#MorbiUpdates #Wankaner #GovernmentScheme #PensionVerification #MorbiNews #DigitalGujarat