રોહિદાસપરા ડો. આંબેડકરની પ્રતિમાથી ધમ્મયાત્રા નીકળશે: ભીખ્ખુ પ્રજ્ઞારતન થેરોના હસ્તે ધમ્માર્પણ સંસ્કાર થશેમોરબી : મોરબીમાં ધમ્મ ઉપાસક, ઉપાસિકાઓ અને ભીમ અનુયાયીઓના તન, મન અને ધનના સહયોગથી બૌદ્ધોના શ્રદ્ધા અને આસ્થાના કેન્દ્ર સમાન બુદ્ધ વિહારનું નિર્માણ કાર્ય પૂર્ણ થઈ ગયું છે. આ નવનિર્મિત બૌદ્ધ વિહાર હવે બૌદ્ધ ધમ્મ અનુયાયીઓ માટે ધમ્માર્પણ થવા જઈ રહ્યું છે.મોરબી-1 ના વિજયનગર ખાતે આવેલા સમ્રાટ અશોક બૌદ્ધ વિહાર ખાતે આગામી તારીખ 17-05-2026, રવિવારના રોજ સવારે 9:00 કલાકે આ ધમ્માર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. ભીખ્ખુ પ્રજ્ઞારતન થેરોના પાવન હસ્તે ધમ્માર્પણ સંસ્કાર કરવામાં આવશે.કાર્યક્રમની રૂપરેખાસવારે 9:00 કલાકે: ધમ્મયાત્રા (રોહિદાસપરા સ્થિત ડો. આંબેડકરની પ્રતિમાથી સમ્રાટ અશોક બૌદ્ધવિહાર સુધી)સવારે 10:00 કલાકે: મૂર્તિ પ્રતિક સ્થાપન અને દીપ પ્રાગટ્યસવારે 10:30 કલાકે: બુદ્ધ વંદના અને ધમ્મ દેશનાસવારે 11:00 કલાકે: પ્રાસંગિક પ્રવચનબપોરે 12:30 કલાકે: મૈત્રી ભોજનઆ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ લોકોને સફેદ વસ્ત્રોમાં હાજરી આપવા માટે સમ્રાટ અશોક બૌદ્ધવિહાર નિર્માણ સમિતિ, મોરબી દ્વારા ખાસ નોંધ લેવા જણાવવામાં આવ્યું છે. બૌદ્ધ ધમ્મના પ્રચાર-પ્રસારના આ કાર્યમાં સહપરિવાર ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારવા આયોજકો દ્વારા મૈત્રીપૂર્ણ નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #BuddhaVihar #Dhammarpan #Buddhism #SamratAshokBauddhVihar #MorbiNews #DrAmbedkar