મોરબી : મોરબી શહેરમાં ધાર્મિક કાર્યક્રમોની વણઝાર સતત ચાલુ છે, ત્યારે શહેરીજનો માટે વધુ એક ભવ્ય રામામંડળનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 16-05-2026 ને શનિવારના રોજ મોરબીમાં સુપ્રસિદ્ધ નકલંક નેજાધારી રામામંડળ (તોરણીયા) આખ્યાન ભજવશે.આ રામામંડળમાં જાણીતા કલાકાર મિલન કાકડીયા પોતાની કળા પીરસશે, જ્યારે કોમેડી કિંગ તરીકે જાણીતા ભોળાભાઈ (ગગુડિયો) પોતાની આગવી શૈલી અને રમૂજથી લોકોને મનોરંજન પૂરું પાડશે. આ ઉપરાંત તોરણીયા રામામંડળના અન્ય કલાકારો પણ આકર્ષક વેશભૂષા અને શાનદાર રજૂઆત સાથે ઉપસ્થિત રહીને ધાર્મિક માહોલ સર્જશે.આ ભવ્ય ધાર્મિક કાર્યક્રમનું આયોજન શિવલાલભાઈ દેવરાજભાઈ દેસાઈ, બિપીનભાઈ શિવલાલભાઈ દેસાઈ અને નિલેશભાઈ શિવલાલભાઈ દેસાઈ દ્વારા કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ મોરબીમાં રવાપર ચોકડી પાસે, એકતા એવન્યુ એપાર્ટમેન્ટ, દર્પણ-2 સોસાયટી, વાઈટ હાઉસ - પટેલ પેલેસ એપાર્ટમેન્ટ વાળી શેરી ખાતે યોજાશે. આયોજકો દ્વારા મોરબીની ધર્મપ્રેમી જનતાને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને આ રામામંડળ નિહાળવા અને ધર્મલાભ લેવા માટે જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #MorbiUpdate #Ramamandal #ToraniyaRamamandal #RavaparChokdi #MilanKakadiya #Gagudiyo #ReligiousEvent #MorbiEvents #Gujarat