મકાનનું ભાડું ચૂકવી ન શકતા લંપટ પિતાએ જ પોતાની માસૂમ દીકરી અને પત્નીને મકાન માલિકને સોંપી!મોરબી: મોરબી સીટી એ-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં સભ્ય સમાજનું માથું શરમથી ઝુકાવી દયે તેવો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. 13 વર્ષની દીકરી અને માતા ઉપર મકાન માલિકે દુષ્કર્મ આચર્યું છે. જો કે આ પાપ મકાન માલિકે સગીર દીકરીના પિતાની મંજૂરીથી જ આચર્યું હોવાનું ખુલતા ફિટકાર વર્ષી રહ્યો છે.આજથી 6 મહિના પહેલા મોરબીમાં મજૂરી કામ અર્થે આવેલા પરિવારના પતિએ એક મકાન માસિક 2000 રૂપિયાના ભાડે રાખ્યું હતું. પતિ પાસે કામધંધો ન હોવાથી મકાનનું ભાડું ચડી ગયું હતું. ચડત ભાડાની આડમાં ભાડુઆત પતિની સંમતિથી મકાન માલિકે તેની પત્ની સાથે અવારનવાર શારીરિક સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું.આટલેથી ન અટકતા મકાન માલિકની નજર 13 વર્ષ અને 7 માસની સગીર વયની દીકરી પર બગડી હતી. મકાન માલિકે ચડત ભાડાનું દબાણ કરી અને પિતાની સંમતિથી આ સગીર દીકરીને મજબૂર કરી, લલચાવી ફોસલાવીને તેની સાથે પણ અવારનવાર દુષ્કર્મ આચર્યું હતું. આ ગુનામાં મકાન માલિકે પત્ની અને સગીર દીકરી સાથે પોતાના રહેણાંક મકાને, આરોપીના મકાને તેમજ ટંકારા ખાતે અન્ય એક સાહેદના મકાને દુષ્કર્મ આચર્યું હતું. આ ઉપરાંત અન્ય એક સહ આરોપીએ પણ પત્ની સાથે દુષ્કર્મ આચર્યું હતું.આ સમગ્ર મામલે ભોગ બનનારની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મકાન માલિક, ભોગ બનનારના પતિ અને અન્ય સહ આરોપી એમ કુલ 3 આરોપીઓ વિરુદ્ધ તારીખ 01/05/2026 ના રોજ 21:50 વાગ્યે બી.એન.એસ. અને પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. મોરબી સીટી એ-ડિવિઝન પોલીસે કાર્યવાહી કરતા આરોપી પતિ અને મકાન માલિકને ઝડપી લીધા છે. જેમાં આરોપી પતિ હાલ જેલ હવાલે છે, જ્યારે મકાન માલિકના 1 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. આ ગુનામાં સંડોવાયેલો અન્ય એક સહ આરોપી હાલ ફરાર છે, જેને પકડી પાડવા માટે પોલીસે ટેકનિકલ માધ્યમો અને ખાનગી બાતમીદારોની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.#Morbi #MorbiUpdate #MorbiPolice #CrimeNews #MorbiCrime #Justice #POCSO #GujaratPolice #CrimeReporter