મોરબીમાં આજથી પેટ્રોલના ભાવ રૂ.97.84 અને ડીઝલના ભાવ રૂ.93.63મોરબી : ઈરાન - અમેરિકા વચ્ચે તણાવભર્યા સંબંધોની વૈશ્વિક અસર પડતા પેટ્રોલ - ડીઝલ અને ગેસના પુરવઠા પર પડી છે ત્યારે લાંબા સમયથી ખોટ કરતી ઓઇલ કંપનીઓના હિતમાં સરકારે રાતોરાત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂપિયા ત્રણ સુધીનો વધારો જાહેર કરતા આજથી મોરબીમા પેટ્રોલના ભાવ રૂ.97.84 અને ડીઝલના ભાવ રૂ.93.63 પહોંચી ગયા છે.કેન્દ્ર સરકારના પેટ્રોલિયમ મંત્રીએ પેટ્રોલ - ડીઝલના ભાવમાં વધારાના સંકેત આપ્યા બાદ આજે સવારથી પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રૂ.3 સુધીનો વધારો તાત્કાલિક અસરથી અમલી બનાવી દેવાયો છે. આજથી મોરબીમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ વધારેલી કિંમત સાથે મળશે. ભાવ વધારા બાદ મોરબીમાં પેટ્રોલના ભાવ રૂ.97.84 અને ડીઝલના ભાવ રૂ.93.63 થયા છે. મહત્વનું છે કે, બે દિવસ પહેલા દુધના ભાવમાં વધારા બાદ લોકો માટે જીવન જરૂરી ઇંધણના ભાવમાં વધારો થતાં હવે આગામી સમયમાં પરિવહન મોંઘું બનતા અન્ય ચીજવસ્તુના ભાવમાં પણ ઉછાળો આવશે.