હળવદ રોડ પર પ્રકૃતિ સોસાયટી પાસે યોજાશે કાર્યક્રમમોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગર ચોકડી વિસ્તારમાં રહેતા રામામંડળના પ્રેમીઓ માટે ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આગામી તારીખ 15-05-2026 ને શુક્રવારના રોજ હનુમાનજી મંદિરની સામે, સી.એન.જી. પંપની બાજુમાં, પ્રકૃતિ સોસાયટી, હળવદ રોડ, મહેન્દ્રનગર ચોકડી, મોરબી - 2 ખાતે નકલંક નેજાધારી રામામંડળ 7તોરણીયાનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમના આયોજક પ્રતીકસિંહ પ્રવિણસિંહ (ભલુભા) પરમાર છે. આ રામામંડળમાં મિલન કાકડીયા, હિતેશ પ્રજાપતિ અને મીતા ચૌહાણ જેવા નામી કલાકારો રામામંડળ ભજવશે. સાથે જ કોમેડી કિંગ ભોળાભાઈ (ગગુડિયો) લોકોનું મનોરંજન કરશે. આ કાર્યક્રમનું સાઉન્ડ સંચાલન નકલંક સાઉન્ડ - ઈવેન્ટ દ્વારા કરવામાં આવશે.#Morbi #MorbiUpdate #Ramamandal #Mahendranagar #Toraniya #LiveProgram #MorbiNews #Gujarat #Devotional #ComedyKing