મોરબી : મોરબી તાલુકાના ટીંબડી પાટિયા પાસે આવેલ સીસો થાઈ સ્પા નામના મસાજ પાર્લરના ત્રિપુરાના વતની સંચાલક બ્રરિંગલિંગસ્ટોન ગંગાપ્રસાદ રેન્ગ ઉ.31 દ્વારા પોતાના સ્પામાં કામ કરતી ચાર સ્પા વર્કર્સના બાયોડેટા પોલીસ મથકમાં જમા નહિ કરાવી સીસીટીવી કેમેરાના રેકોર્ડિંગ પણ રાખ્યા ન હોય મોરબી એસઓજી પોલીસે ચેકીંગ કરી મસાજ પાર્લર સંચાલક વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ મથકમાં જાહેરનામાં ભંગ સબબ કાર્યવાહી કરી હતી.