વાંકાનેર : રાજકોટ રેન્જ હેઠળ આવતા મોરબી, રાજકોટ, સુરેન્દ્રનગર,જામનગર અને દ્વારકા સહિત પાંચ જિલ્લામાં ખનીજ ચોરી ડામવા રેન્જ આઈજી નિર્લિપ્ત રાયના કડક આદેશને પગલે પોલીસ એક્શન મોડમાં આવી હોય તેવી સ્થિતિમાં મોરબી જિલ્લામાં ખનીજ માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. આવી જ એક કાર્યવાહીના વાંકાનેર તાલુકા પોલીસે ખનીજ ચોરી કરતા ચાર ડમ્પર ઝડપી લેતા ખનીજ ચોરોમાં ફફડાટ વ્યાપી ગયો છે.પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીને આધારે ખનીજ ચોરી કરવા ખનીજ વહન કરી રહેલ (1) જીજે - 13 - એએક્સ - 0892 (2) જીજે -27 - ટીડી - 2406 (3) જીજે - 03- બીવાય - 4694 અને (4) જીજે - 11 -વીવી-9618 નંબરના ડમ્પર ટ્રક કિંમત રૂપિયા 1.10 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી દંડનીય કાર્યવાહી માટે ખાણ ખનીજ વિભાગને રિપોર્ટ કરવામાં આવ્યો હતો.મહત્વનું છે કે, ગત રાત્રીના પણ રાજકોટ રેન્જ આઈજીની ટીમે માળીયા પંથકમાં દરોડો પાડી 10 ડમ્પર, એક હિટાચી તેમજ બે બોટ - હોડકા જપ્ત કરતા ખનીજ માફિયાઓમાં ફફડાટ મચી ગયો છે.