ટ્રાફિક નિવારવા જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધમોરબી : મોરબી શહેરમાં વધતી જતી વાહનોની સંખ્યાને ધ્યાને રાખી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જે મુજબ શહેરના મુખ્ય માર્ગો પર દિવસ દરમિયાન ભારે વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને કેટલાક રસ્તા ઉપર વન વે જાહેર કરાયો છે. ભારે વાહનો પર પ્રતિબંધ 1. દલવાડી સર્કલથી લીલાપર ચોકડી 2. રવાપર ગામથી રવાપર ચોકડી થઈ લીલાપર ચોકડી 3. ભક્તિનગરથી ઉમિયા સર્કલસમયગાળો: 04 ઓગસ્ટ 2026 સુધી સવારના 08:00 થી રાત્રીના 22:00 કલાક સુધી.મુક્તિ: એસ.ટી. બસ, સરકારી વાહનો, ફાયર ફાઇટર, સ્કૂલ-કોલેજના વાહનો, ઇમરજન્સી સેવાઓ અને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ ધરાવતા વાહનોને આમાંથી મુક્તિ આપવામાં આવી છે.લીલાપર-ઉમિયા સર્કલ રોડ પર નવા વન-વે નિયમોટ્રાફિક નિયમન માટે જિલ્લા મેજીસ્ટ્રેટ દ્વારા આગામી 02 ઓગસ્ટ 2026 સુધી નવા વન-વે જાહેર કરાયા છે:• સ્વાગત હોલ વાળો રૂટ: લીલાપર તરફથી ઉમિયા સર્કલ જવા માટે રવાપર ચોકડી (સ્વાગત હોલ) વાળો રૂટ વન-વે રહેશે.• નિર્મલ સ્કૂલ વાળો રૂટ: ઉમિયા સર્કલથી લીલાપર રોડ તરફ જવા માટે નિર્મલ સ્કૂલ વાળો માર્ગ વન-વે જાહેર કરાયો છે. • વૈકલ્પિક વ્યવસ્થા: લીલાપર તરફથી આવતા વાહનો શ્યામ ગ્લાસ વેર થઈ નિર્મલ સ્કૂલ વાળો રૂટ લઈ શકશે, જ્યારે ઉમિયા સર્કલથી લીલાપર જવા માટે અવની ચોકડીથી વર્ધમાન ચોકડી વાળો રૂટ ઉપયોગમાં લેવાનો રહેશે. • અમલીકરણ સમય: સવારના 07:00 થી રાત્રીના 10:00 વાગ્યા સુધી.ઉમિયા સર્કલથી દલવાડી સર્કલનો રૂટ પણ વન-વેશહેરના સાંકડા રસ્તાઓ અને ઔદ્યોગિક વિકાસને જોતા વધુ એક મહત્વનો ફેરફાર કરવામાં આવ્યો છે:• નવો વન-વે: ઉમિયા સર્કલથી દલવાડી સર્કલ જવા વાળો રૂટ હવે વન-વે રહેશે.• વૈકલ્પિક માર્ગ: રવાપર ચોકડી કે નવા બસ સ્ટેન્ડ તરફથી આવતા વાહનોએ ઉમિયા સર્કલથી ભક્તિનગર સર્કલ થઈને દલવાડી સર્કલ કે પંચાસર/વાવડી ચોકડી તરફ જવાનું રહેશે.• સમયગાળો: આ જાહેરનામું પણ 02 ઓગસ્ટ 2026 સુધી સવારના 07:00 થી રાત્રીના 10:00 કલાક સુધી અમલી રહેશે.જિલ્લા મેજીસ્ટ્રેટના આ જાહેરનામાનો ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.#Morbi #TrafficUpdate #MorbiNews #TrafficRules #OneWay #PublicNotice #MorbiUpdates