ધોરણ 1 થી કોલેજ અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓનું કરવામાં આવશે સન્માનમોરબી : મોરબીમાં વસવાટ કરતા સમસ્ત બ્રહ્મસમાજના વિદ્યાર્થીઓની શૈક્ષણિક સિદ્ધિઓને બિરદાવવા માટે 'તેજસ્વિતા અભિવાદન સમારોહ - 2026'નું આયોજન કરવામાં આવ્યું છે. આ સમારોહ અંતર્ગત તેજસ્વી વિદ્યાર્થીઓને સન્માનિત કરવામાં આવશે.કોણ ફોર્મ ભરી શકશે?મોરબીમાં વસવાટ કરતા અને ધોરણ 1 થી લઈ કોલેજ તથા અનુસ્નાતક (Post-Graduate) કક્ષામાં અભ્યાસ કરતા બ્રહ્મસમાજના વિદ્યાર્થી ભાઈ-બહેનો આ સન્માન સમારોહમાં ભાગ લઈ શકશે.માર્કશીટ જમા કરાવવાની વિગતરસ ધરાવતા વિદ્યાર્થીઓએ પોતાની તાજેતરની માર્કશીટની નકલ જમા કરાવવાની રહેશે. જેની પાછળપોતાનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો લખી આપવાની રહેશે. માર્કશીટ જમા કરાવવાની છેલ્લી તારીખ 15/6/2026 છે. અહીં માર્કશીટ જમા કરાવી શકાશે• ભુપતભાઈ પંડ્યા: પરશુરામ ધામ, મોરબી• ડો. લહેરૂનું દવાખાનું: શનાળા રોડ, મોરબી• ડો. બળવંતભાઈ પંડ્યાનું દવાખાનું: વાઘપરા, મોરબી• ડો. આશિષભાઈ ત્રિવેદીનું દવાખાનું: મોરબી 2• કૌશલભાઈ મહેતા: ભારતી વિદ્યાલય, મોરબી 2આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના પ્રમુખ આર. કે. ભટ્ટ તથા મહામંત્રીઓ નીરજભાઈ ભટ્ટ અને જયેશભાઈ દવે જહેમત ઉઠાવી રહ્યા છે.#MorbiUpdate #Morbi #BrahmSamaj #StudentSanman #Education #TejasvitaAbhivadan #BrahminCommunity #MorbiNews