હાલ ગોડાઉન તરીકે ઉપયોગમાં લેવાતા બંધ સિરામિક કારખાનામાં પ્લાસ્ટીકની ખુરશીઓ અને મટીરીયલ હતું, હાલ ફાયર વિભાગ દ્વારા આગ બુઝાવવાના પ્રયત્નોમોરબી : મોરબીના જેતપર- પીપળી રોડ પર આવેલ અને છેલ્લા ઘણા સમયથી બંધ પડેલા ઈટા મેક્સ કારખાનામાં અચાનક આગ ભભૂકી ઉઠી છે. મળતી માહિતી મુજબ, આ બંધ કારખાનાનો ગોડાઉન તરીકે ઉપયોગ થતો હતો અને તેમાં પ્લાસ્ટિકની ખુરશીઓ તેમજ તેનું મટીરીયલ મોટી માત્રામાં રાખવામાં આવ્યું હતું.ફાયર વિભાગ દ્વારા આગની ભયાનકતાને ધ્યાનમાં લઈને તેને 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો છે. આગ પર નિયંત્રણ મેળવવા અને તેને વધુ વિસ્તારમાં ફેલાતી અટકાવવા માટે હાલ 4 ફાયર ટેન્ડર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. ફાયર ફાઈટરો દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર સંપૂર્ણ કાબુ મેળવવાના સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. હાલમાં આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ તંત્રની પ્રથમ પ્રાથમિકતા આગને ઝડપથી કાબુમાં લેવાની છે.#Morbi #MorbiUpdate #MorbiNews #FireIncident #JetparRoad #EtaMaxFactory #FireBrigade #MorbiCity