પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં જૂથવાદના પરિણામે કોઈ નિર્ણય ન લેવાયો, હોદ્દાઓ માટે કદાવર નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ, મેયર કોણ બનશે તેને લઈને હજુ સસ્પેન્સ યથાવતમોરબી : મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ જેવી કે મહાનગર પાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખ સહિતના મહત્વના હોદ્દાઓ માટે મળેલી પાર્લામેન્ટરી બોર્ડની બેઠક પેહલા સ્થાનિક આગેવાનોની બેઠક તોફાની બની હોવાના અહેવાલ મળી રહ્યા છે. પક્ષના આંતરિક જૂથવાદને કારણે નેતાઓ વચ્ચે ભારે ખેંચતાણ સર્જાતા હાલમાં મોરબી પૂરતી વરણી પ્રક્રિયા પર બ્રેક લાગી ગઈ છે. હવે પ્રદેશ લેવલ નિર્ણય લેવાશે.નેતાઓ આમને-સામને: બેઠકમાં જામી 'હૂસા-તૂષી'મળતી માહિતી મુજબ, પાર્લામેન્ટરી બોર્ડની બેઠકમાં પક્ષના એક ચોક્કસ જૂથના સભ્યોના નામની યાદી પહોંચી ન હતી. આ મુદ્દે જિલ્લાના કદાવર નેતાઓ સામસામે આવી ગયા હતા. બેઠકમાં થયેલી ઉગ્ર ચર્ચાઓને પગલે વાતાવરણ તંગ બની ગયું હતું. આ ગજગ્રાહ એટલો વધ્યો હતો કે, આખરે હોદ્દેદારોના નામ નક્કી કરવાની પ્રક્રિયા અધવચ્ચે જ અટકાવી દેવી પડી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.હવે 'શીર્ષ નેતૃત્વ' લેશે આખરી નિર્ણયસ્થાનિક સ્તરે સંમતિ ન સધાતા અને નેતાઓ વચ્ચેનો વિખવાદ ચરમસીમાએ પહોંચતા, હવે જિલ્લા, તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખના નામો અને ખાસ કરીને મહાપાલિકાના મેયર પદનો આખરી નિર્ણય પ્રદેશ કક્ષાએ એટલે કે 'શીર્ષ નેતૃત્વ' દ્વારા લેવામાં આવે તેવી પૂરેપૂરી શક્યતા છે. હાલ તો મોરબીના રાજકીય આલમમાં આ જૂથવાદના દ્રશ્યોએ અનેક સવાલો ઉભા કર્યા છે. આગામી દિવસોમાં હાઈકમાન્ડ આ સ્થિતિને કેવી રીતે થાળે પાડે છે અને કોના શિરે હોદ્દાઓનો તાજ મુકાય છે, તેના પર સૌની મીટ મંડાયેલી છે.#Morbi #MorbiUpdate #BJP #GujaratPolitics #InternalConflict #MorbiNews #BreakingNews #PoliticalCrisis #LocalBodyElection