રોડના કામ અને હેડવર્કસના રીનોવેશનને પગલે પાલિકાનો નિર્ણયમોરબી: મોરબી મહાનગરપાલિકાના વોટર શાખા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી કાપ અંગેની મહત્વની જાહેરાત કરવામાં આવી છે. રવાપર-ઘુનડા રોડના ચાલતા કામ અને ગૌશાળા હેડવર્કસના રીનોવેશનને કારણે આગામી 14/05/2026 થી 15/05/2026 સુધી શહેરના અનેક વિસ્તારોમાં પાણી વિતરણ પ્રભાવિત થશે.કયા વિસ્તારોમાં પાણી બંધ રહેશે?* રવાપર વિસ્તાર: રવાપર-ઘુનડા રોડનું કામ પ્રગતિમાં હોવાથી વચ્ચે નડતરરૂપ પાણીની લાઈનનું શિફ્ટિંગ કરવાનું હોવાથી આ વિસ્તારમાં 2 દિવસ પાણી વિતરણ બંધ રહેશે.* ગૌશાળા હેડવર્કસ હેઠળના વિસ્તારો: ગૌશાળા હેડવર્કસ ખાતે 43 MLD પ્લાન્ટના રીનોવેશનની કામગીરી હાથ ધરવામાં આવનાર છે. જેના કારણે સુરજ બાગ, દરબાર ગઢ, રણછોડ નગર તેમજ આ હેડવર્કસ સાથે જોડાયેલા તમામ વિસ્તારોમાં 2 દિવસ સુધી પાણી મળશે નહીં.મોરબી મહાનગરપાલિકા દ્વારા નાગરિકોને અપીલ કરવામાં આવી છે કે પાણીની આ અછતને ધ્યાને રાખી જરૂરી સંગ્રહ કરી લેવો અને સહકાર આપવો.#Morbi #MorbiMunicipality #WaterCut #Update #PublicNotice #MorbiUpdate