સો ઓરડી અને ગાંધીચોક વિસ્તારમાં પોલીસની કાર્યવાહીમોરબી : મોરબી શહેરના સો ઓરડી અને ગાંધીચોક વિસ્તારમાં પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બે અલગ અલગ કાર્યવાહીમાં જાહેરમાં વરલીનો જુગાર રમાડી રહેલા બે આરોપીઓની ધરપકડ કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.પ્રથમ દરોડામાં બી ડિવિઝન પોલીસે સો ઓરડી વિસ્તારમાં જાહેરમાં વરલીના આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી નિમેશ અશ્વિનભાઈ મીરાણી રહે.વાઘપરા, મોરબી વાળાને રોકડા રૂ.1500 તેમજ વરલી મટકાના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો.જ્યારે એ ડિવિઝન પોલીસે શહેરના ગાંધીચોકમાં જાહેરમાં આંકડા લખી જુગાર રમાડી રહેલા આરોપી આરીફ મુસ્તકભાઈ બ્લોચ રહે.મકરાણીવાસ વાળાને રોકડા રૂપિયા 300 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.