વેકેશનમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે 17 થી 24 મે સુધી 6 થી 12 વર્ષના બાળકો માટે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજનમોરબી: રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દરબારગઢ ઉપનગર દ્વારા મોરબીના આંગણે બાળકો માટે એક વિશેષ ઉનાળુ શિબિર 'મસ્તી કી પાઠશાલા'નું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. વેકેશનના સમયનો સદુપયોગ થાય અને બાળકોમાં નવી કળાઓનો વિકાસ થાય તે હેતુથી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે.શિબિરની મુખ્ય વિગતોઆ શિબિર આગામી તારીખ 17-5-2026 થી 24-5-2026 દરમિયાન યોજાશે. આ શિબિરનો સમય દરરોજ સાંજે 5:30 થી 7:15 સુધી રાખવામાં આવ્યો છે. આ શિબિર રવાપર રોડ પર આવેલી નીલકંઠ વિદ્યાલય ખાતે યોજાશે. જેમાં 6 થી 12 વર્ષના બાળકો (છોકરા-છોકરીઓ) ભાગ લઈ શકશે, જેની ફી 500/- રાખવામાં આવી છે.વિવિધ પ્રવૃત્તિઓનું આકર્ષણઆ 8 દિવસીય શિબિરમાં બાળકોને નીચે મુજબની વિવિધ પ્રવૃત્તિઓ શીખવવામાં આવશે: • દેશી રમતો અને યોગ • ચિત્રકલા અને માટી કલા • કરાટે (નિયુદ્ધ) • આગના ઉપયોગ વગર રસોઈ • કાગળ કલા • વાલીઓ માટે 'બાળપણની યાદો' વિશેષ સત્રમહત્વનું છે કે, કાર્યક્રમ પૂર્ણ થયા બાદ દરરોજ બાળકો માટે અલ્પાહારની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.રજીસ્ટ્રેશન માટે સંપર્કઆ ઉનાળુ શિબિરમાં પોતાના બાળકોના નામ નોંધાવવા માટે શ્રેયભાઈ ગોહેલ (મોબાઈલ નંબર 8927109638 અને 7016376678) પર સંપર્ક કરી શકાશે. આ ઉપરાંત QR કોડ સ્કેન કરીને પણ રજીસ્ટ્રેશન કરી શકાશે. #Morbi #MorbiUpdate #SummerCamp #MastiKiPathshala #ChildrenCamp #MorbiNews #RSS #VacationActivities #Education #MorbiEvents