આશ્રમની માતાઓના હસ્તે કેક કાપીને ઉજવણી કરાઈ: વડીલો ભાવવિભોર બન્યામોરબી : મોરબી ખાતે આવેલ કાઠિયાવાડ નિરાશ્રિત બાલાશ્રમ - રાજકોટ સંચાલિત વૃદ્ધાશ્રમમાં ગત તારીખ 11-05-2026 ના રોજ મધર્સ ડે નિમિત્તે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે આશ્રમમાં રહેતા વડીલો અને માતાઓના ચહેરા પર અનેરો આનંદ જોવા મળ્યો હતો.મધર્સ ડે નિમિત્તે આશ્રમની સર્વે માતાઓના હસ્તે કેક કાપીને આ દિવસની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ ઉજવણીને કારણે આશ્રમનું વાતાવરણ ખૂબ જ આનંદિત થઈ ગયું હતું. આ ખાસ દિવસે ત્યાં ઉપસ્થિત તમામ માતાઓ અને વડીલો ભાવવિભોર થઈ ગયા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સુંદર આયોજન આશ્રમના સંચાલક કીરણબા વાઘેલા અને પરેશભાઈ કીકાણી દ્વારા કરવામાં આવ્યું હતું. #Morbi #MorbiUpdate #MothersDay #Vrudhashram #MorbiNews #OldAgeHome #KathiyawadBalashram