એરગન બતાવી સોનાનો ચેઈન અને રોકડની કરી હતી લૂંટ મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં લૂંટની ઘટનાને અંજામ આપનાર આરોપીને ઉત્તરપ્રદેશથી પકડી પાડવામાં મોરબી પોલીસે સફળતા મેળવી છે.મળતી માહિતી મુજબ ગત 19/02/2026 ના રોજ લૂંટની એક ગંભીર ઘટના બની હતી. જેમાં ફરિયાદી પોતાની વાડીએ જઈ રહ્યા હતા ત્યારે મોટર સાયકલ પર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમને આંતરી, કપાળે એરગન જેવું હથિયાર રાખી ડરાવી ધમકાવીને 1.50 લાખની કિંમતનો સોનાનો દોઢ તોલાનો ચેઈન, 5000 રોકડ અને મોબાઈલ મળી કુલ 1,60,000 ના મુદ્દામાલની લૂંટ ચલાવી હતી. આ ગુનામાં અગાઉ એક આરોપી પકડાઈ ચૂક્યો હતો, જ્યારે અન્ય એક આરોપી સુખલ ઉર્ફે સુઘલબાબુ ઉર્ફે સુકુલ કુમાર અનિલભાઈ કોરી (ઉં.વ. 28, રહે. ઉત્તરપ્રદેશ) છેલ્લા 3 માસથી પોલીસને હાથતાળી આપી નાસતો ફરતો હતો.મોરબી તાલુકા પોલીસને બાતમી મળી હતી કે આ આરોપી ઉત્તરપ્રદેશના મૈનપુરી જિલ્લાના કિશની પોલીસ સ્ટેશનના એક ગુનામાં ઝડપાયેલ છે. જેથી મોરબી પોલીસની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી, મૈનપુરી કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવી આરોપીનો કબજો મેળવ્યો હતો અને તા. 12/05/2026 ના રોજ તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આરોપીનો ચોંકાવનારો ગુનાહિત ઈતિહાસધરપકડ કરાયેલ આરોપી સુખલ ઉર્ફે સુઘલબાબુ રીઢો ગુનેગાર હોવાનું સામે આવ્યું છે. તેની સામે ઉત્તરપ્રદેશના ઈટાવા અને મૈનપુરી જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં આર્મ્સ એક્ટ, લૂંટ, ગેંગસ્ટર એક્ટ અને હત્યાના પ્રયાસ જેવા અંદાજે 21 જેટલા ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.આ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર જે. ડી. સરવૈયા, પોલીસ સબ ઇન્સ્પેક્ટર સી. એસ. સોંદરવા તથા સર્વેલન્સ સ્ટાફના કર્મચારીઓ જોડાયા હતા.#Morbi #Police #Arrest #CrimeNews #Loot #GujaratPolice #MorbiUpdate