ટંકારા : ટંકારા તાલુકાના નેકનામ ગામની દાનમોરા તરીકે ઓળખાતી સીમમાં ગત તા.10ના રોજ ઝરખંડથી મજૂરી કરવા આવેલ ગોવિંદભાઇ નરેશભાઈ માંજી ઉ.32 નામના યુવકને વીજ ટ્રાન્સફોર્મર નીચે અચાનક વીજ શોક લાગતા મૃત્યુ નીપજ્યું હતું.બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.