બદલી પામેલા કલેક્ટરે પ્રજાલક્ષી કામગીરીને વાગોળી, પદાધિકારીઓ, અધિકારીઓ અને જનતાનો આભાર પણ વ્યક્ત કર્યોમોરબી: મોરબી જિલ્લા કલેક્ટર તરીકે ફરજ બજાવતા કે.બી. ઝવેરીની બદલી થતા તેમણે પોતાના 27 મહિનાના કાર્યકાળના અનુભવો અને જિલ્લામાં થયેલી કામગીરીની વિગતો રજૂ કરી હતી. 1 ફેબ્રુઆરી 2024 ના રોજ મોરબી કલેક્ટર તરીકે ચાર્જ સંભાળ્યા બાદ તેમણે લોકોના કામ સરળતાથી થાય અને મોરબીની પ્રજા તેમને હંમેશા યાદ રાખે તેવા અભિગમ સાથે કામગીરી કરી હોવાનો સંતોષ વ્યક્ત કર્યો હતો.પ્રજાના પ્રશ્નોને પ્રાધાન્ય અને અધિકારીઓને કડક સૂચનાચાર્જ સંભાળતાની સાથે જ કલેક્ટર કે.બી. ઝવેરીએ સૌથી પહેલો નિયમ એ બનાવ્યો કે પ્રજાનો કોઈ પણ ફોન આવે તો ઉપાડવો. આ જ નિયમ તમામ અધિકારીઓ અને કર્મચારીઓ માટે પણ ફરજિયાત બનાવ્યો. કલેક્ટર કચેરી, પ્રાંત કે મામલતદાર કચેરીમાં આવતા નાનામાં નાના માણસ સાથે સારી રીતે વાત કરી તેમના પ્રશ્નોનો નિકાલ લાવવા એચઆર (HR) અભિગમ અપનાવ્યો.યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા નવતર પ્રયોગદર મહિને વર્ગ 1 અને વર્ગ 2 ના 30 થી 50 જેટલા અધિકારીઓને ગામડાઓમાં મોકલી રાજ્ય અને કેન્દ્ર સરકારની યોજનાઓનો લાભ લોકોને મળે છે કે કેમ તેનું ચેકિંગ કરાવ્યું. 14 નંબરના મરણ રજિસ્ટરની ચકાસણી કરી, મૃત્યુ પામેલા વ્યક્તિની પત્નીને વિધવા સહાય કે વૃદ્ધોને પેન્શન મળે છે કે કેમ તેની સામેથી તપાસ કરવાની એક નવી પ્રથા શરૂ કરી, જેને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળ્યો.ખાલી જગ્યાઓ ભરવી અને ઝીરો એરર ઇવેન્ટ્સજ્યારે તેમણે ચાર્જ લીધો ત્યારે 50 થી 60 ટકા અધિકારીઓ રાજકોટથી ચાર્જમાં હતા. ધારાસભ્યો અને સાંસદોની મદદથી 90 થી 95 ટકા વર્ગ 1 અને 2 ની જગ્યાઓ ભરાવી જેથી કામગીરી ઝડપી બની. દરેક સરકારી કાર્યક્રમો 0 એરર સાથે સફળતાપૂર્વક પૂર્ણ કરાવ્યા. 2024 ની સામાન્ય ચૂંટણી અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં મોરબી જિલ્લામાં સૌથી વધુ મતદાન નોંધાયું.સ્વચ્છતા ઝુંબેશ અને રાત્રિ સભાઓ15 ફેબ્રુઆરીએ રાષ્ટ્રપતિની મુલાકાત બાદ રેવન્યુ, તલાટી અને નાયબ મામલતદારની મદદથી એક મહિનાની સઘન સાફસફાઈ ઝુંબેશ હાથ ધરી. જિલ્લામાં 25 થી 30 જેટલી રાત્રિ બેઠકો યોજી, જેમાં 3 કલાક સુધી ગામડાઓમાં બેસીને લોકોને સરકારના પોર્ટલ પર ઉપલબ્ધ 500 થી વધુ યોજનાઓ વિશે માહિતગાર કર્યા. સિવિલ હોસ્પિટલની પણ 5 વખત મુલાકાત લીધી હતી.ટ્રાફિક સમસ્યા નિવારણ અને કાયદો-વ્યવસ્થામોરબીમાં દરરોજ 30000 થી વધુ વાહનોની અવરજવર રહે છે. માર્ગ અકસ્માતો ઘટાડવા 10 જેટલા બ્લેક સ્પોટ ઘટાડીને 3 સુધી લાવવામાં સફળતા મળી. ટ્રાફિક નિયમન માટે 5 જગ્યાએ નવા સિગ્નલ લગાવવાની કામગીરી કોર્પોરેશનના બજેટમાંથી મંજૂર કરાવી. આ ઉપરાંત, જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવવા 140 જેટલા ગુનેગારોને પાસા (PASA) હેઠળ જેલ હવાલે કર્યા.રોજની ફાઇલોનો રોજ નિકાલકલેક્ટર પોતે દરરોજ સાંજે ઈ-સરકાર (e-Sarkar) અને હાર્ડ કોપીની તમામ ફાઇલો ક્લિયર કરીને જ ઘરે જતા. તેમની આ કાર્યશૈલીથી પ્રેરાઈને અન્ય વિભાગના અધિકારીઓએ પણ ફાઇલોનો ઝડપી નિકાલ શરૂ કર્યો, જેનાથી પ્રજાના સાચા કામો કોઈની પણ ભલામણ વિના થવા લાગ્યા અને ખોટા કામો કોઈ પણ દબાણ હેઠળ કર્યા નહીં.વિકાસ કાર્યો અને આભાર દર્શનજૂના પાડા પુલમાં પડેલી તિરાડોનું તાત્કાલિક રિપેરિંગ કરાવ્યું. માળિયા મામલતદાર કચેરી અને રેવન્યુ સ્ટાફના ક્વાર્ટર્સ જેવા બાકી રહેલા કામો નવા આવનાર કલેક્ટર પૂર્ણ કરશે તેવી આશા વ્યક્ત કરી. અંતમાં તેમણે પોતાના 27 મહિનાના કાર્યકાળમાં સાથ સહકાર આપવા બદલ મહેસૂલના અધિક મુખ્ય સચિવ, મુખ્ય સચિવ, મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો અને સ્થાનિક તંત્રનો આભાર માન્યો હતો.#Morbi #MorbiUpdate #MorbiCollector #KBZaveri #CollectorTransfer #GujaratNews #MorbiNews #Administration #DevelopmentWorks #MorbiDistrict