હળવદના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનનું ખોટું રેકર્ડ ઉભું કરવાના ગુનામાં થાનગઢના શખ્સની ધરપકડમોરબી : હળવદ તાલુકામાં સરકારી જમીન પચાવી પાડવાના મસમોટા કૌભાંડમાં પોલીસને વધુ એક સફળતા મળી છે. હળવદ પોલીસ સ્ટેશનના પીઆઇ આર.ટી. વ્યાસ અને તેમની ટીમે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પોતાના નામે કરી લેનાર આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.9 આરોપીઓ સામે નોંધાઈ હતી ફરિયાદપ્રાપ્ત વિગતો અનુસાર, ગત તારીખ 08/11/2025 ના રોજ હળવદ મામલતદાર દ્વારા સરકાર તરફે કુલ 9 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ શખ્સોએ હળવદ તાલુકાના કોયબા, ઘનશ્યામપુર અને સુંદરીભવાની ગામની સરકારી જમીનનું રેવેન્યુ રેકર્ડ ખોટું બનાવી જમીન પોતાના નામે કરાવી લીધી હોવાનું સામે આવ્યું હતું. આ અંગે હળવદ પોલીસ મથકમાં પાર્ટ-A ગુ.ર.નં. 1033/2025 થી આઇપીસી કલમ 409, 465, 467, 468, 471, 472, 120(B) અને 34 મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.બાતમીના આધારે પોલીસે આરોપીને દબોચી લીધોઆ ગુનામાં પકડવાના બાકી રહેલા આરોપીઓને ઝડપી પાડવા રાજકોટ વિભાગના પોલીસ મહાનિરીક્ષક, મોરબી પોલીસ અધિક્ષક અને વાંકાનેર વિભાગના નાયબ પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ હળવદ પોલીસ ઇન્સ્પેકટર આર.ટી. વ્યાસ દ્વારા અલગ-અલગ ટીમો બનાવવામાં આવી હતી. દરમિયાન ચોક્કસ બાતમીના આધારે અત્રેના પોલીસ સ્ટાફે ડુપ્લીકેટ ડોક્યુમેન્ટ બનાવી સરકારી જમીન પોતાના નામે કરનાર આરોપી બીજલ અમરશીભાઇ ઝેઝરીયા (જાતે કોળી, રહે. અભેપર, તા. થાનગઢ, જી. સુરેન્દ્રનગર) ને ઝડપી પાડ્યો છે. હળવદ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર આર.ટી. વ્યાસ તથા તેમના સ્ટાફના માણસોએ ઉપરોક્ત કામગીરી કરી હતી અને આરોપીની સઘન પૂછપરછ હાથ ધરી છે.#Morbi #MorbiUpdate #Halvad #LandScam #GujaratPolice #CrimeNews #Arrest #FakeDocuments #MorbiNews #Surendranagar