15 થી 20 દિવસ અગાઉ થયેલી માથાકૂટનો ખાર રાખીને બંને જૂથો વચ્ચે થઈ હતી માથાકૂટ, બન્ને પક્ષની ફરિયાદના આધારે પોલીસની કાર્યવાહી મોરબી : મોરબી તાલુકાના ટીંબડી પાટીયા પાસે આવેલા ઓસીસ કારખાના સામે બાલાજી હોટલ નજીક ગત તારીખ 11/05/2026 ના રોજ રાત્રીના સમયે જાહેરમાં રોડ ઉપર બે જૂથો વચ્ચે સામસામા ફાયરીંગની ઘટના બની હતી. આ બનાવમાં ત્રણ લોકોને ઇજાઓ પહોંચતા તેઓને સારવાર માટે ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ગંભીર બનાવ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં બંને પક્ષોએ સામસામી ફરિયાદ નોંધાવતા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે.પ્રથમ ફરિયાદ: 3 રાઉન્ડ ફાયરિંગ અને હત્યાનો પ્રયાસઆ બનાવમાં ઇજા પામનાર શાહરૂખભાઇ ફિરોજભાઇ પઠાણ (રહે-વિશીપરા, મોરબી) ની ફરિયાદ પરથી પોલીસે ગુનો નોંધ્યો છે. ફરિયાદ મુજબ, 15 થી 20 દિવસ અગાઉ આરોપી સાજીદ જેડા સાથે થયેલી માથાકુટનું મનદુખ રાખીને તમામ આરોપીઓએ કાવતરું રચ્યું હતું અને સ્કોરપીયો, સ્વિફ્ટ તથા કીયા કારમાં આવીને બંદુક જેવા હથિયાર વડે 3 રાઉન્ડ ફાયરીંગ કર્યું હતું. આ હુમલામાં શાહરૂખભાઇને ગળા અને પેટના ડાબા ભાગે, અલીભાઇને માથાના ભાગે તથા સલીમભાઇને શરીરના ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુ.ર.નં. 936/2026 હેઠળ હત્યાના પ્રયાસ અને આર્મ્સ એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.સામા પક્ષની ક્રોસ ફરિયાદ: 1 રાઉન્ડ ફાયરિંગ અને થાર કારથી ટક્કરબીજી તરફ, નુરમામદ સાઉદીનભાઇ જેડા (ઉ.વ. 24, રહે- મદીના સોસાયટી, વીશીપરા, મોરબી) એ વળતી ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ, જૂની અદાવત રાખીને આરોપી શાહરૂખે બંદુક જેવા હથીયાર વડે 1 રાઉન્ડ ફાયરીગ કરતા ગોળી તેમની સ્કોરપીયો ગાડીમાં વાગી હતી. તેમજ આરોપી વિરૂ હિતેષ રાઠોડે તેની લાલ કલરની થાર કારથી ફરિયાદીની કાળા કલરની સ્કોરપીયો કારને મારી નાખવાના ઈરાદે પાછળથી ટક્કર મારી હતી. આ અંગે પોલીસે ગુ.ર.નં. 942/2026 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.પોલીસની કાર્યવાહી અને પકડાયેલા આરોપીઓબનાવની ગંભીરતાને ધ્યાને લઇને પોલીસની ટીમોએ ટેકનીકલ વર્ક અને હ્યુમન સોર્સના આધારે બન્ને પક્ષના નુરમામદ સાઉદીનભાઈ જેડા (ઉ.વ. 24, રહે- વીશીપરા, મોરબી), આસીફ ઇકબાલભાઇ સંધી (ઉ.વ. 22, રહે- વીશીપરા, મોરબી), અસરફ ઉર્ફે બચલો સાઉદીન જેડા (ઉ.વ. 22, રહે- રણછોડનગર, મોરબી) અને આમદભાઈ કાસમભાઈ કટીયા (ઉ.વ. 38, રહે. વીશીપરા, મોરબી)ની ધરપકડ કરી છે. વધુમાં બન્ને પક્ષના સાજીદ સાઉદીન જેડા (રહે- યમુનાનગર, મોરબી), સમીર સાઉદીન જેડા (રહે- ખીરઇ, તા. માળીયા), શાહરૂખ ફિરોજભાઈ પઠાણ (રહે- વિશપરા, મોરબી), વિરૂભાઇ હીતેષભાઇ રાઠોડ (રહે- મોરબી), સલીમ ફિરોજભાઈ પઠાણ (રહે- મોરબી) અને અલીભાઇ કાસમભાઇ કટીયા (રહે- મોરબી)ને પકડી લેવા તજવીજ હાથ ધરી છે. સ્કોર્પિયો કાર કબ્જે કરાઈપોલીસે આ બનાવમાં 5,00,000 રૂપિયાની કિંમતની એક કાળા કલરની નંબર પ્લેટ વગરની સ્કોરપીયો કાર કબ્જે કરી છે, જેના આગળના કાચ પર 'YA KOTHAVALA PIR' લખેલ છે. આ સમગ્ર કાર્યવાહી પોલીસ ઇન્સ્પેકટર જે.ડી. સરવૈયા, પોલીસ સબ ઇન્સપેકટર સી.એસ. સોંદરવા અને મોરબી તાલુકા સર્વેલન્સ ટીમ દ્વારા કરવામાં આવી છે.#Morbi #MorbiUpdate #MorbiNews #GujaratPolice #MorbiPolice #CrimeNews #FiringInMorbi #TibdiPatiya #LatestNews