જાહેર માર્ગ પર પાણીનો બગાડ અને કચરો સળગાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરાઈમોરબી: મોરબી મહાનગરપાલિકા કમિશનર દ્વારા 11/05/2026 ના રોજ શહેરના વોર્ડ નં. 7 ની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન કમિશનરે વોર્ડના સફાઈ કર્મચારીઓની હાજરીની પ્રત્યક્ષ ચકાસણી કરી હતી અને સ્વચ્છતા બાબતે ગંભીરતા દાખવવા સૂચનાઓ આપી હતી.GVP પોઈન્ટ અને ડોર-ટુ-ડોર કામગીરીની સમીક્ષાકમિશનર દ્વારા આસ્વાદ પાન, સતારભાઈની પાણીની ટાંકી, ખુશ્બુ હોસ્પિટલ અને દાઉદી પ્લોટમાં આવેલ GVP પોઈન્ટની મુલાકાત લઈ સ્થળ પરની સ્વચ્છતાની સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉપરાંત નાગર પ્લોટ, સૌમ્યા સોસાયટી અને SBI બેન્ક પાસે ડોર-ટુ-ડોર કચરા સંગ્રહની કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. નાગર પ્લોટમાં C&D ક્લીનર દ્વારા થતી સફાઈની પણ તપાસ કરવામાં આવી હતી.જાહેર શૌચાલય અને નાળા સફાઈ અંગે સૂચનાઓત્રિકોણબાગ ખાતે આવેલ જાહેર શૌચાલયની મુલાકાત દરમિયાન સફાઈ વ્યવસ્થા જાળવવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. નાસ્તા ગલી પાસેના નાળાની સફાઈ અંગે ચર્ચા કરવામાં આવી હતી અને આ વિસ્તારમાં નડતરરૂપ દબાણો હટાવવા માટે આદેશો આપવામાં આવ્યા હતા. દાઉદી પ્લોટમાં ગટર સફાઈ અંગે પણ તંત્રને જરૂરી સૂચનો અપાયા હતા.નિયમ ભંગ કરનારાઓ સામે લાલ આંખતંત્ર દ્વારા સુધારા શેરીમાં જાહેર માર્ગ પર ઊભા રહી વ્યવસાય કરતા ચા વેચનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરવા સૂચના અપાઈ હતી. ખાસ કરીને કાયજી પ્લોટ વિસ્તારમાં જાહેરમાં પાણીનો બગાડ કરતા અને કચરો સળગાવતા લોકો વિરુદ્ધ સ્થળ પર જ દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી હતી. સફાઈ અભિયાન અંતર્ગત હાથલારી મારફતે શેરીઓમાંથી કચરો ઉપાડવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી.#Morbi #MorbiUpdate #MorbiNagarpalika #CleanMorbi #WasteManagement #MorbiNews #GujaratNews