મોરબી : મોરબી એલસીબી ટીમે પેટ્રોલિંગ દરમિયાન જાંબુડિયા નજીક નવી આરટીઓ કચેરી પાસે ઝૂંપડામાં વિદેશી દારૂનું વેચાણ થતું હોવાની બાતમીને આધારે આરોપી રાજેશ ઉર્ફે રાજુ જાદવજી સરાણીયાના ઝૂંપડામાં દરોડો પાડતા ઝૂંપડામાંથી વિદેશી દારૂની 23 બોટલ કિંમત રૂ.13,205 મળી આવી હતી.જો કે, દરોડા દરમિયાન આરોપી રાજુ હાજર નહિ મળી આવતા એલસીબી ટીમે મોરબી તાલુકા પોલીસ મથકમાં પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવ્યો હતો.