સામાપક્ષે પણ એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્કોર્પિયોને થારથી ટક્કર મારી જીવલેણ હુમલો કરાયાનો આરોપમોરબી : મોરબી - માળીયા હાઇવે પર ટીંબડી પાટિયા નજીક ઓસીસ સિરામિક સામે રવિવારે મોડી રાત્રે જુના ઝઘડાના વેરઝેરમાં ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરાયાની ફરિયાદ બાદ સામાપક્ષે પણ એક રાઉન્ડ ફાયરિંગ કરી સ્કોર્પિયો ગાડીને થાર ગાડી વડે ટક્કર મારી જીવલેણ હુમલો કરાયો હોવાની વળતી ફરિયાદ નોંધાઇ છે.પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વીસીપરામાં કુલીનગર, મદીના સોસાયટીમાં રહેતા ફરિયાદી નૂરમહમદ સાઉદીન જેડા ઉ.24 નામના યુવાને આરોપી શાહરુખ ફિરોજભાઈ પઠાણ, આમદ કાસમ કટિયા, વિરુ હિતેશભાઈ રાઠોડ, સલીમ ફિરોજભાઈ પઠાણ અલીભાઈ કાસમભાઈ કટિયા તેમજ અન્ય અજાણ્યા માણસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જાહેર કર્યું હતું કે, ફરિયાદીના ભાઈ સાજીદને અગાઉ આરોપી શાહરુખ તેમજ આમદ કાસમ કટિયા સાથે માથાકૂટ થઈ હોય જે બનાવનો ખાર રાખી તમામ આરોપીઓએ એક સંપ કરી ગત તા.11ના રોજ રાત્રીના ફરિયાદી તેમજ સાહેદને મારી નાખવાના ઇરાદે શાહરુખે બંદૂક જેવા હથિયાર વડે ફાયરિંગ કર્યું હતું. અને આરોપી વિરુ હિતેશ રાઠોડે થાર ગાડીથી સ્કોર્પિયો કારમાં ટક્કર મારી જાનથી મારી નાખવા કોશિશ કરી હતી. બનાવ અંગે પોલીસે વળતી ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.