મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રવાપર રોડ પર પેટ્રોલિંગ દરમિયાન ખોજાખાના પાસેથી શંકાસ્પદ હાલતમાં રહેલા આરોપી અમન અસરફભાઈ વિસર ઉ.20 રહે. પંચાસર રોડ, ગીતા મીલ સામે, મોરબી અને આરોપી રેહાન ઇમરાનભાઈ પલેજા ઉ.20 રહે.કાલિકા પ્લોટ મોરબી વાળાઓને વિદેશી દારૂના 180 મીલી માપના 4 ચપલા કિંમત રૂ.480 સાથે ઝડપી લીધા હતા.પોલીસે આરોપીઓના રૂ.10 હજારના બે મોબાઈલ સહિત કુલ 10,480નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.