11 મે થી 13 મે સુધી ત્રિદિવસીય મહોત્સવની ઉજવણી: રાત્રે કાનગોપી અને લોક ડાયરાનું પણ ભવ્ય આયોજનહળવદ : હળવદ તાલુકાના વાંટાવદર (મયુરનગર) ગામ અને રામામંડળ દ્વારા રામદેવપીર નવનિર્મિત ભવ્ય મંદિરની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ મહોત્સવ 11-5-2026 સોમવારથી 13-5-2026 બુધવાર સુધી ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવશે.ધાર્મિક કાર્યક્રમોની રૂપરેખાઆ ત્રિદિવસીય મહોત્સવમાં દરરોજ વિવિધ ધાર્મિક વિધિઓ યોજાશે. 11 અને 12 મેના રોજ સવારે 8:00 થી 1:00 અને બપોરે 2:00 થી 5:00 કલાક દરમિયાન દેહશુદ્ધિ, ગણપતિ પૂજન, જળયાત્રા, નગરયાત્રા, ધાન્યાધિવાસ અને આરતી જેવા વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે. આ પાવન પ્રસંગે વિવિધ આશ્રમો અને મંદિરોના સાધુ-સંતો અને મહંતો વિશેષ ઉપસ્થિત રહીને આશીર્વાદ પાઠવશે.રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોપ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન રાત્રિના કાર્યક્રમોનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. જેમાં 11-5-2026 ના રોજ રાત્રે 9:00 કલાકે સેવંત્રા ગામના કાનગોપી મંડળનો કાર્યક્રમ યોજાશે. જ્યારે 12-5-2026 ના રોજ રાત્રે 9:00 કલાકે ભવ્ય લોક ડાયરો યોજાશે, જેમાં જાણીતા કલાકારો દેવાયત ખવડ, સાગરદાન ગઢવી, પરેશદાન ગઢવી અને શિવરાજભાઈ વાળા જમાવટ કરશે. આ કાર્યક્રમમાં આમંત્રિત મહેમાન તરીકે જયરાજભાઈ માયાભાઈ આહિર અને દાદુભાઈ ગઢવી ઉપસ્થિત રહેશે.મહોત્સવના મુખ્ય યજમાનોઆ ભવ્ય મહોત્સવમાં રામદેવપીર મંદિરના મેઈન પાટલાના યજમાન તરીકે રમેશભાઈ લક્ષ્મણભાઈ હુંબલ, ઈંડુ ચડાવવાના યજમાન શૈલેશભાઈ દેવદાનભાઈ ડાંગર, ધાન્યાધિવાસના યજમાન રાજેશભાઈ રવજીભાઈ પટેલ અને મંદિરની ધ્વજા ચડાવવાના યજમાન તરીકે અનિલભાઈ ખીમાભાઈ ડાંગર સહિતના અનેક ભાવિકોએ લાભ લીધો છે.સમસ્ત વાંટાવદર (મયુરનગર) ગામ દ્વારા આ ત્રિદિવસીય ધાર્મિક મહોત્સવમાં પધારવા અને દર્શન કરવા સર્વે ધર્મપ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.#Morbi #Halvad #Vandhavadar #Mayurnagar #Ramdevpir #PranPratishtha #LokDayro #MorbiUpdate #GujaratNews